હું ૧૫ વરસની છું. મને મારી જ ઉંમરના એક છોકરા સાથે મૈત્રી છે. તે ઘણો શ્રીમંત છે અને તેના વિચારો પણ આધુનિક છે. તે મને કહે છે કે તેની સ્કૂલમાં છોકરા અને છોકરી વચ્ચે શારીરિક સંબંધો છે. તે બીજી છોકરીઓ વિશે પણ વાત કરે છે મને પ્રેમ કરતો હોવાનો તે દાવો કરે છે, પરંતુ હું ઘણી ડિપ્રેશ છું. શું અમારો પ્રેમ ટકી શકશે?
એક યુવતી (મુંબઈ)
લાગણીઓનો પ્રશ્ન છે તો એ બાબતે તમે પુખ્ત થઈ ગયા છો અને આ વાત સમજી શકો છો તેમજ અનુભવી શકો છો. પરંતુ ગંભીર સંબંધ બાંધવા માટે હજુ તમે ઘણા નાના છે. જ્વલ્લે જ બાળપણનો સાથ જીવન ભરના સાથમાં ફેરવાઈ શકે છે, પરંતુ મોટા ભાગે મુગ્ધાવસ્થાના આકર્ષણો તેમજ નાની વયના રોમાન્સ ઉંમર વધતા ભૂલાઈ જાય છે.
તમારો મિત્ર તમારા વધુ મેચ્યોર્ડ છે અને વખત જતા તે તમારી સાથે છૂટછાટ લેવાની શરૂઆત કરે કે તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે તમારા પર દબાણ કરે એવી શક્યતા છે. પરંતુ તમારે આનાથી દૂર રહેવું જોઈએ. આના પરિણામો ગંભીર આવી શકે છે જેની તમારા ભવિષ્ય પર ખરાબ અસર થવાની શક્યતા છે. તમે ગર્ભવતી બની શકો છો અથવા યૌન રોગ પણ થઈ શકે છે.
અને ભવિષ્યમાં તમને તમારા આ નિર્ણયનો પસ્તાવો પણ થઈ શકે છે. તમારી આ ઉંમર ભણવાની છે આથી ગંભીર સંબંધો બાંધવાનો વિચાર પડતો મૂકી હમણા તો અભ્યાસમાં ધ્યાન પરોવો. દરેક વસ્તુ માટે યોગ્ય ઉંમર છે.
હું નવપરિણીત છું. મારા પતિ સાથે સેક્સ દરમિયાન હું સંકોચ અનુભવું છું. મારા મનમાં સેક્સ ખરાબ હોવાની વાત ઘર કરી ગઈ હોવાથી હું સેક્સને પોઝિટિવ રૂપમાં લઈ શકતી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (નવસારી)
તમારી જેવી સમસ્યામાંથી ઘણી મહિલાઓ પસાર થાય છે. એનું મુખ્ય કારણ એ જ છે કે સમાજ તેમજ ઘર-પરિવારમાં છોકરીઓને સેક્સ પ્રત્યે આવી જ સમજણ અપાય છે. આ ઉપરાંત સેક્સ પ્રત્યેનું અજ્ઞાાન પણ આ પાછળ જવાબદાર છે. પરંતુ હવે લગ્ન પછી તમારે સેક્સ પ્રત્યેના તમારા વિચારો દૂર કરવા જોઈએ. તમે તમારા વિચાર બદલી શકો નહીં તો કોઈ મનોચિકિત્સકની કે સેકસોલોજીસ્ટની સલાહ લો.