મને મારા બેસ્ટ ફ્રેન્ડની બેન જોડે પ્રેમ છે પણ મારો ફ્રેન્ડ જાણી જશે તો મને બોવ મારશે એવી મને બીક છે હું શું કરું

GUJARAT

હું ૨૫ વરસની છું. ત્રણ વરસ પૂર્વે મારા લગ્ન મારી ભાભીના ભાઈ સાથે થયા હતા. મારી ભાભી મારી મમ્મી સાથે ખૂબ જ ખરાબ રીતે વર્તે છે. અને પિયરમાં આવી મારા પિયર વિશે ખોટી ફરિયાદ કરે છે. આનો બદલો લેવા મારી સાસુ પણ મને પજવે છે. એટલું જ નહીં, પરંતુ મારા પતિ મને ધમકી આપે છે કે તેની બહેનને કોઇ તકલીફ થશે તો તેઓ મને ચેનથી જીવવા દેશે નહીં. બે પરિવારની શાંતિ કાયમ રાખવાના મારા બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. શું કરવું તે સમજાતું નથી.
એક યુવતી (સુરત)

સૌ પ્રથમ તમારે તમારી ભાભી સાથે વાત કરી તેમને સમજાવવાની જરૂર છે. એમને સમજાવો કે તમારા બન્નેની પોતાના સસરામાં એક જેવી જ પરિસ્થિતિ છે. તમારી જેમ હું પણ મારા માતા-પિતા સાથે આવું વર્તન કરીશ તો શું એ તમને ગમશે? આમ થશે તો બન્ને ઘરની શાંતિ નષ્ટ થઇ જશે. અને એની અસર બન્નેના દાંપત્યજીવન પર પડશે. સાસુ-વહુનો સંબંધ ઘણો નાજુક હોય છે.

થોડી લાપરવાહીને કારણે રાઈનો પહાડ બની જતા વાર લાગતી નથી. તમે તમારી સાસુ સાથે સારો સંબંધ બનાવી રાખો. અને તમારા પતિનો વિશ્વાસ જીતવા પ્રયત્ન કરો. તેમને સમજાવો કે તેમની બહેન સાથે ગલત વ્યવહાર થતો નથી અને તાળી બે હાથથી જ પડે છે. આ ઉપરાંત બન્ને પરિવાર સાથે બેસીને ચર્ચા કરી આપસમાં થયેલી ગેરસમજ દૂર કરો.

હું ૧૭ વરસનો છું. મારા ખાસ મિત્રની ૧૬ વરસની બહેન સાથે મને પ્રેમ છે. મારો મિત્ર આ વાત જાણતો નથી. હું એને અમારા આ પ્રેમની વાત કરીશ તો તેની મૈત્રી ગુમાવવાનો મને ડર લાગે છે. હું પ્રેમ અને મૈત્રી વચ્ચે એકની પસંદગી કરવા બાબતે દ્વિધામાં છું. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવક (વલસાડ)

તમારે બેમાંથી એક વિકલ્પ પસંદ કર્યે જ છૂટકો છે. આ ઉપરાંત પ્રેમને ગંભીરતાથી સમજવા માટે તમારી ઉંમર પણ ઘણી નાની છે. લગ્ન કરતા પૂર્વે હજુ સુધી તમારે ઘણું મેળવવાનું છે. સૌ પ્રથમ સારી કારકિર્દી બનાવવાનો વિચાર કરો. સારું કમાશો તો જ પરિવારને નિભાવી શકશો. આ ઉંમરે મુગ્ધાવસ્થાના આકર્ષણો પ્રેમ માનવાની ભૂલ થઇ શકે છે આથી હંમણાં આ દ્વિધામાં અટવાયા કરતા ભણવા પર ધ્યાન આપો અને તમારા સંબંધને પ્રેમનું નામ આપ્યા વિના મૈત્રીનું નામ આપો. સમય જ આપોઆપ માર્ગ સૂઝાડશે.

Leave a Reply

Your email address will not be published.