મને કેટલાય મહિનાથી માસિક નથી આવ્યું તો શું અમે નિરોધ વગર સમાગમ માણી શકીયે ??

GUJARAT

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર 19 વર્ષ છે, મને હસ્તમૈથુન કરવાની આદત થોડા સમયથી જ પડી છે. હું દર બે દિવસે કે ત્રણ દિવસે કરતો હોઉં છું. મને તે કરવાની ખૂબ મજા આવે છે. પણ મારે જાણવું છે કે આગળ જતાં મને તેનાથી કંઈ સમસ્યા તો નહીં થાયને?

જવાબ : ના, હસ્તમૈથુનથી કોઇ સમસ્યા નથી થતી. અહીં અમે ઘણી વાર એ વાત સમજાવી ચૂક્યા છીએ.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર 46 વર્ષ છે. મારે મેનોપોઝ આવી ગયું છે. છેલ્લા આઠ મહિનાથી માસિક નથી આવ્યું. તો હવે અમે નિરોધ વગર શારીરિક સંબંધ બાંધી શકીએ ખરા?

જવાબ : ઘણી સ્ત્રીને માસિક વહેલું બંધ થઇ જતું હોય છે. એ જિનેટિક હોય છે. આ બાબતે ગભરાવું નહીં. રહી વાત નિરોધ વગર શારીરિક સંબંધ બાંધવાની તો હાલ એ રિસ્ક ન લેવું, કારણ કે મેનોપોઝમાં ઘણી વાર આઠ નવ મહિના કે એક વર્ષ માસિક બંધ રહે અને પછીથી પાછું શરુ થતું હોય છે. આવા સંજોગોમાં ગર્ભ રહેવાનો ભય રહે છે, માટે હાલ હજી થોડા મહિના નિરોધનો ઉપયોગ ચોક્કસપણે કરવો જોઈએ.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર 38 વર્ષ છે. થોડા સમય પહેલાં પાઇલ્સનું ઓપરેશન કરાવ્યું હતું. તે પછીથી મારા પતિ આનલ સેક્સ કરવાનું કહે છે. હાલ તો મને ત્યાં એકદમ સારું થઇ ગયું છે, ઓપરેશનને કારણે કોઈ સમસ્યા નથી. પણ પતિ જ્યારે આનલ સેક્સનું કહે છે ત્યારે મને થોડો ડર લાગે છે, કારણ કે અમે પહેલાં ક્યારેય તે કર્યું નથી. વળી મને ઇન્ફેક્શન થવાનો ભય પણ લાગે છે.

જવાબ : તમે જણાવ્યું નથી કે પાઇલ્સના ઓપરેશનને કેટલો સમય થયો છે. તે જગ્યાએ હિલ થઇ ગયું હોય, તો પણ ઓપરેશન થઇ જાય તે પછી ત્રણથી પાંચ મહિના એ રિસ્ક ન લેવું. આમ તો પાંચ મહિના બાદ આનલ સેક્સ કરવાથી બીજી કોઇ સમસ્યા નથી થતી. હાઇજિન બાબતે ધ્યાન રાખવું. આ પ્રકારના સેક્સમાં બંનેની ઇચ્છા હોવી ખૂબ જરૂરી છે. બંનેની ઇચ્છા હોય તો જ કરવું જોઇએ. તમને ઇચ્છા ન હોય તો તમે પતિને ટાળવાને બદલે એ વાત સમજાવો કે તમે તે કરવા માટે તૈયાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *