પ્રશ્ન : મારી થોડા મહિનાઓ પહેલાંં સગાઇ થઇ છે. મારી ફિયાન્સેની આ પહેલાંં સગાઇ થઇને તૂટી ગઇ છે. મેં સગાઇ પછી મારી ફિયાન્સે સાથે જેટલો સમય ગાળ્યો છે એ પરથી મને લાગે છે કે તે હજી તેનાં એક્સ ફિયાન્સેને ભૂલી નથી શકી. આ સંજોગોમાં મારે શું કરવું જોઇએ? એક યુવક (રાજકોટ)
ઉત્તર : તમારે આ મામલે તમારી ફિયાન્સે સાથે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી લેવી જોઇએ. લગ્ન જેવા જિંદગીભરના સંબંધની શરૂઆત આવી ધારણાઓ પર ન થવી જોઈએ. તેનાં મનની વાત તે મોકળાશથી કહી શકે એવું વાતાવરણ ઊભું કરીને તેની સાથે વાત કરો. પ્રાઇવસીમાં જાણવાની કોશિશ કરો કે શું તે તમારા સંબંધથી રાજી છે? જરૂર પડ્યે જૂના સંબંધની અસર તો મન પર નથીને?
એવું પણ પૂછી લો. ભૂતકાળને અને વર્તમાનને સ્વીકારવાની તૈયારી સાથે આ વાત થવી જોઈએ અને એની પ્રતીતિ તમારી ફિયાન્સેને પણ થવી જોઈએ. બની શકે કે એક જ મુલાકાતમાં તે ખુલી ન શકે, તો બે-ત્રણ વાર મળો. ધારો કે તમારી શંકા સાચી નીકળે અને તે જૂના સંબંધને ભુલાવી ન શકી હોય તો એ જાણીને તમે તો સ્વસ્થતા જાળવો જ, પણ સાથે તેને પણ ધરપત આપો કે જ્યાં સુધી તે જૂના ફિયાન્સેને ભૂલી ન શકે ત્યાં સુધી તમે રાહ જોવા તૈયાર છો.
સમય પાસે દરેક સમસ્યાનો ઉકેલ છે. જો તમે આખી સ્થિતિને ઇગો કે વટનો મુદ્દો બનાવવાને બદલે સકારાત્મક રીતે મૂલવશો તો ચોક્કસપણે સમયની સાથે સાથે તમારી ફિયાન્સેનાં મનમાં તમારા માટે પહેલાં આદરની અને પછી પ્રગાઢ લાગણીની ભાવના ઊભી થશે. આવી રીતે જ તમે તમારી ફિયાન્સેનાં દિલમાં ખાસ સ્થાન મેળવી શકશો.
પ્રશ્ન મારા પાર્ટનરની ઉંમર ૨૬ વર્ષ છે. તેમને જોબને લઈને ખૂબ જ સ્ટ્રેસ રહે છે અને વર્ક પછી ઘરે આવે છે ત્યારે અત્યંત થાકી જાય છે. આ અત્યંત સ્ટ્રેસ લેવલની અસર તેમના સેકસ્યુઅલ પરફોર્મન્સ પર પડશે અને તેમનું સ્પર્મ કાઉન્ટ ઓછું થઈ જશે?
જવાબ સ્ટ્રેસ લેવાથી બધી જ બાબતો પર અસર થાય છે. એટલે સ્વાભાવિક રીતે એની અસર શરૂઆતમાં તમારા પાર્ટનરના સેકસ્યુઅલ પરફોર્મન્સ પર અસર થશે. સ્ટ્રેસના કારણે ઈન્ટરકોર્સ કરવાનું પ્રમાણ ઘટી જાય છે. હા, સ્ટ્રેસના કારણે પુરુષના સ્પર્મ ઉત્પાદનમાં ફરક પડે છે. એનો કાઉન્ટ ઓછો થઈ જાય છે. પરંતુ ચિંતા ન કરશો, કારણ કે એ અસર કામચલાઉ હોય છે. એ તાણ મન પરથી દૂર થાય કે તરત સ્પર્મ કાઉન્ટ ફરી વધવા લાગે છે. માટે એ બાબતનો તમે સ્ટ્રેસ ન લેશો.
પ્રશ્ન મારી ઉંમર ૩૭ વર્ષ છે જ્યારે મારી વાઈફની ઉંમર ૨૩ વર્ષ છે. અમે અત્યાર સુધી ગ્રેટ સેક્સ લાઈફ એન્જોય કરી છે, પરંતુ છેલ્લાં કેટલાંક દિવસથી હું મારી ફોર્સ્કિન પાછળ ખેંચી શક્તો નથી અને મારા પેનિસની ટિપ પર રેશિસ ડેવલપ થઈ ગયા છે. મારી વાઈફ પણ તેની વજાઈનામાં બળતરા થતી હોવાની ફરિયાદ કરે છે. હું ડાયાબિટીક છું, પણ મારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં છે અને અત્યારે હું દવાઓ લઈ રહ્યો છું. અમારે શું કરવું જોઈએ?
જવાબ આપણા સમાજમાં સંખ્યાબંધ પુરુષો આ સમસ્યાથી પીડાય છે. તમારે ડોકટર પાસે જવું જોઈએ. ડોક્ટર તમારા પેનિસને તપાસીને નક્કી કરી શકે કે કઈ રીતે ફોર્સ્કિન ફ્રી કરી શકાશે. બળતરા થવા પાછળનું કારણ બંનેના પ્રજનન અવયવોમાં પૂરતું લુબ્રિકેશન (ચીકણા પ્રવાહીનો પ્રસાર) ન થયું હોય એ પણ હોઈ શકે. જો ફોરપ્લે એટલે કે સેક્સ ક્રિયા અગાઉ આલિંગન, પરસ્પરના વિવિધ અંગ ઉપર ચુંબન વગેરે કરતાં હોવ અને લુબ્રિકેશન બરાબર થઈ જતું હોય ત્યાર પછી પણ સેકસ વખતે અથવા એ પછી બળતરા થતી હોય તો તરત જ ડોક્ટરને મળીને તમારા બંનેના પ્રજનન અંગ (પેનિસ અને વજાઈના) ચેક કરાવી લો. ડાયાબિટીસ પણ આમાં કારણ હોઈ શકે. એ અંગે ડોક્ટર રૂબરૂ તપાસીને જ સાચું નિદાન કરી શકશે.