મને કોન્ડોમ્સ યુઝ કરવાનું ગમતું નથી. હું સેક્સ દરમિયાન કોન્ડોમ યુઝ ન કરું અને છતાં પણ એ મહિલા પ્રેગ્નેન્ટ ન થઈ જાય એવી કોઈ ટ્રિક છે?

GUJARAT

પ્રશ્ન : મારા મોટા ભાઈને થોડા સમય પહેલાં હાર્ટમાં સમસ્યા થઇ ગઇ હતી. આ પછી બે-ત્રણ ડોક્ટર્સના અભિપ્રાય લીધા તો કેટલાક ડોક્ટર એન્જિયોપ્લાસ્ટીની સલાહ આપે છે તો કેટલાક બાયપાસ સર્જરીનું સૂચન કરે છે. આ બંને વિકલ્પમાં સૌથી સારો અને સલામત વિકલ્પ ક્યો છે? આ વિકલ્પની પસંદગી કરતી વખતે કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ? એક પુરુષ (સુરત)

ઉત્તર : એન્જિયોપ્લાસ્ટી હોય કે બાયપાસ…બન્ને હાર્ટને રક્ષણ આપવાનું કામ કરે છે. જોકે આ ટ્રીટમેટ પછી હૃદયરોગનો હુમલો નહીં આવે એવું ખાતરીપૂર્વક કહી ન શખાય. જ્યારે એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરીમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની હોય ત્યારે પહેલાં દરદીની કન્ડિશન જોવી પડે છે. મોટા ભાગે જો એક જ નળીમાં એક કે બે બ્લોકેજ હોય તો સર્જરી સુધી જવાની કોઈ ખાસ જરૂર હોતી નથી.

આ પરિસ્થિતિમાં એન્જિયોપ્લાસ્ટી જ બરાબર છે. જો બ્લોકેજ એકથી વધુ નળીમાં ફેલાયેલાં હોય તો બાયપાસ કરાવવી વધુ યોગ્ય છે. આ સિવાય જો હૃદયની મુખ્ય ધમનીમાં જ બ્લોક હોય તો ડોક્ટર બાયપાસનો વિકલ્પ આપતો હોય છે.

એક તારણ છે કે જે વ્યક્તિ સ્ટેન્ટ નખાવે છે તેને એક-દોઢ વરસની અંદર ફરીથી બીજા બ્લોકેજને કારણે સ્ટેન્ટ નખાવવા પડે છે. જ્યારે એક વખત બાયપાસ સર્જરી પછી વ્યક્તિ બીજા દાયકા કરતા વધારે સમય માટે ફ્રી થઈ જાય છે. વળી બાયપાસ સર્જરીમાં રિસ્ક-ફેક્ટર ઘણું જ ઓછું ગણી શકાય. જોકે આખરે તો તમારે ડોક્ટર સાથે બધા મુદ્દાઓનો વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવાનો છે.

સવાલ : મને કોન્ડોમ્સ યુઝ કરવાનું ગમતું નથી. હું સેક્સ દરમિયાન કોન્ડોમ યુઝ ન કરું અને છતાં પણ એ મહિલા પ્રેગ્નેન્ટ ન થઈ જાય એવી કોઈ ટ્રિક છે?

ઉકેલ : હા છે. આ પ્રોબ્લેમના અલગ-અલગ ઉપાય છે, પણ એમાં તમારા પાર્ટનરે રોજ નિયમિત રીતે હોર્મોનલ ટેબ્લેટ લેવી પડશે. જો તમે અવારનવાર ઈન્ટરકોર્સ ન કરતાં હોવ તો આ ઉપાય થોડો અઘરો છે. મારું સજેશન તો એ જ છે કે તમે કોન્ડોમનો યુઝ ચાલુ રાખો.

Leave a Reply

Your email address will not be published.