મને અને મારા પતિને કોન્ડોમ નથી ગમતું, એના સિવાયના બીજા ઉપાય બતાવો સર મને

GUJARAT

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૬ વર્ષ છે. મારા પતિની ઉંમર ૨૮ વર્ષ છે. લગ્નને ત્રણ વર્ષ થઇ ગયા છે. મારા પતિ હાલ બાળક અંગે પ્લાન કરવાનું કહે છે, પણ મારી સમસ્યા એ છે કે મારા શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે છે. ગરમી વધારે પ્રમાણમાં હોવાથી ગર્ભ રહેવામાં તકલીફ થશે એવું મને ઘણાં લોકોએ જણાવ્યું છે. શરીરની ગરમી દૂર થાય તે માટેનો કોઇ ઉપાય જણાવશો જેથી ગર્ભ રહી શકે.

જવાબ : બહેન શરીરની ગરમી દૂર કરવા માટે મોટેભાગે લોકો કાળી દ્રાક્ષ પલાળીને ખાતા હોય છે. આવા ઘરેલુ ઉપાય પેટની ગરમીને કારણે ખીલની કે બીજી કોઇ સામાન્ય તકલીફ દૂર કરવા માટે અજમાવવામાં આવતાં હોય છે. તમારે આ કારણે ગર્ભ રહેવામાં સમસ્યા થતી હોય તો તમારે ડોક્ટરનો સપંર્ક કરીને તેમની દવા પણ લેવી જોઇએ. ડોક્ટર આ માટે તમને દવા આપશે. આ દવા લેવાથી ગરમીનું પ્રમાણ ઓછું થશે અને ગર્ભ રહેવામાં સમસ્યા નહી થાય. વળી તમને શરીરની ગરમી છે એવું તમે જાતે નક્કી કરી લો તે કરતાં ગાયનેકને બતાવીને તેમને નક્કી કરવા દો. ડોક્ટરી ચેકઅપ થશે તો સારુ નિદાન પણ પ્રાપ્ત થશે. તેથી ડોક્ટરની સલાહ મુજબ આગળ વધો.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૧૪ વર્ષ છે. ઘણીવાર ઉત્તેજક ફોટા કે વીડિયો ક્લિપ્સ જોઉં એટલે વજાઇનામાંથી પ્રવાહી નીકળવા લાગે છે. ત્યાં અડવાનું પણ મન થાય છે. આવું કયાં કારણોસર થતું હશે? આ એબનોર્મલ નથીને? આમ થવાથી મને કોઇ સમસ્યા તો નહીં થાયને?

જવાબ : ના આમ થવું એકદમ નોર્મલ જ છે. આવું દરેક છોકરીને વિજાતિય આકર્ષણ થાય અને ઉત્તેજિત દ્રશ્યો જુએ ત્યારે થતું જ હોય છે, ઘણી છોકરીઓને યુરીન માટે જવું પડતું હોય છે, ઘણી છોકરીઓને એકદમ જ વજાઇનામાંથી પ્રવાહી નીકળવા માંડતું હોય છે, આવું થવાથી બીજી કોઇ જ સમસ્યા નહીં થાય માટે આ બાબતે ગભરાશો નહી, અને હાલ આ બધામાં બહુ પડશો પણ નહી.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૩૬ વર્ષ છે. મારા પતિની ઉંમર પણ ૩૬ વર્ષ જ છે. અમે છેલ્લા દસ વર્ષથી ગર્ભ રહે તે માર્ટે પ્રયત્નો કરી રહ્યાં હતાં. દવા પણ એટલી જ કરાવી છે, તેમ છતાં કોઇ જ ફેર નથી પડયો. હજી ગર્ભ નથી રહ્યો. અમે હાલમાં જ એક ડોક્ટરને બતાવ્યું તો તેમણે અમને ટેસ્ટ્યુબ બેબીન કરવાનું સજેશન આપ્યું છે. મારે જાણવું છે કે શું આ સેફ છે? શું ટેસ્ટ્યુબ બેબી કરવાથી મારા શરીરને કોઇ નુક્સાન તો નહીં થાયને?

જવાબ : બહેન તમે ગર્ભ રહે તે માટે ઓલરેડી ઘણી ટ્રીટમેન્ટ કરાવી લીધી છે, જેમાં તમે અલગ અલગ દવા અને ઇન્જેક્શન પણ લીધાં હશે. તેમ તાં તમને ગર્ભ ન રહ્યો એટલે તમને ડોક્ટરે ટેસ્ટ્યુબ બેબીની સલાહ આપી છે. આ સલાહ વ્યાજબી છે. તેનાથી તમને કોઇ જ સમસ્યા નહીં થાય. તમે ટેસ્ટ્યુબ બેબી પ્લાન કરશો તે પહેલાં તમને તમારા ડોક્ટર બધી જ વિગત જણાવશે, તમારા બોડીનું ચેકઅપ થશે, જો તમારું બોડી આ ટ્રીટમેન્ટ કરવા તૈયાર નહી હોય તો ડોક્ટર તમને જણાવી દેશે, હાલ ઘણાં કપલ્સ આ ટ્રીટમેન્ટનો સહારો લઇને બાળક પ્લાન કરતાં હોય છે. સેલેબ્સમાં પણ આ ટ્રેન્ડ ખૂબ ચાલ્યો છે, માટે તમે ગભરાશો નહી.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૯ વર્ષ છે. એક બાળક પણ છે. અમારી સમસ્યા એ છે કે મને અને મારા પતિને કોન્ડોમ વાપરવું નથી ગમતું. મારે જાણવું છે કે કોન્ડોમ સિવાય બીજા કયાં ઉપાય હું અજમાવી શકું? કારણ કે હમણાં થોડો સમય પહેલાં કોન્ડોમ વગર મારા પતિએ સેક્સ કર્યું હતું, ત્યારે મને ગર્ભ રહી ગયો હતો. તે પછી મેં તરત દવા લઇને મિસ કરાવી નાખ્યું હતું. મને યોગ્ય સલાહ આપશો.

જવાબ : કોન્ડોમનો ઉપયોગ કરવો ન ફાવતો હોય તો તમે ગર્ભ ન રહે તે માટેની પિલ્સ લઇ શકો છો. અલબત્ત પિલ્સ લેવી બહુ સલાહદાયક નથી તેથી તે સિવાય તમે કોપર ટી પણ બેસાડી શકો છો. ઘણી સ્ત્રીઓ ગર્ભ ન રહે તે માટે આ ઉપાય અજમાવતી હોય છે. મોટેભાગે પહેલું બાળક આવી જાય ત્યારબાદ છ મહિના પછી સ્ત્રીઓ કોપર ટી મુકાવી દેતી હોય છે. તમે પણ તે ઉપાય અજમાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *