પ્રશ્ન : મારી સમસ્યા બહુ વિચિત્ર છે. મને જાતીય સંબંધ બાંધ્યા પછી રડવું આવે છે. મને માનસિક સમસ્યા હશે? એક યુવતી (સુરત)
ઉત્તર : જાતીય સંબંધ પછી દરેક વ્યક્તિ અલગ અલગ લાગણીઓ થતી હોય છે. જો જાતીય સમાગમ પછી મૂડ બગડે છે અથવા મન વ્યાકૂળ રહે છે તો ડરવાની જરૂર નથી. આ સમસ્યા ઘણાં લોકોને હોય છે. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર સેક્સ્યુઅલ મેડિસિન દ્વારા આપેલી માહિતી મુજબ આ પરિસ્થિતિને પોસ્ટ સેક્સ બ્લ્યૂઝ કહેવામાં આવે છે.
આ પ્રકારની પરિસ્થિતિમાં મરજીથી માણેલા જાતીય સંબંધ પછી વ્યક્તિ દુઃખી રહે છે. આ ખૂબ જ મુશ્કેલીવાળો અનુભવ હોય છે. આ પરિસ્થિતિમાં કેટલાક બેચેન બની જાય છે તો કેટલાક રડવા લાગે છે. તમારી લાગણી પાછળનું એક કારણ તમારા હોર્મોન્સ પણ હોઇ શકે છે. જ્યારે તમે સેક્સ કરો છો ત્યારે મગજ ડોપામીન અંત:સ્ત્રાવ રિલીઝ કરે છે જેનાથી તમે ઇમોશનલ થઇ જાઓ છો.
આ કોઇ ગંભીર સમસ્યા નથી પણ આમ છતાં તમે મનોચિકિત્સકનો સંપર્ક કરી શકો છો. જો આવાં વર્તનને તમારા પતિ સમજી ન શકતા હોય તો કોઇ સારા મનોચિકિત્સકની મુલાકાત લેતી વખતે પણ તેમને તમારી સાથે રાખો. સ્વાભાવિક છે કે આ વાતની અસર તમારા પતિ સાથેના અંતરંગ સંબંધ પર પડતી જ હશે પણ એને છુપાવવાના બદલે પરિવારના સમાજદાર વડીલ સાથે એની ચર્ચા કરો. શક્ય છે કે તમારો દૃષ્ટિકોણ તમારા પતિને તમારા સાસુ કે પછી ઘરની અન્ય વડીલ મહિલા વધારે સારી રીતે સમજાવી શકશે.
સવાલ: હું હજુ હમણાં જ કોલેજમાં આવી છું , હું બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરું છું, અમારી આવનારી પરીક્ષા માટે અમે બધા ફ્રેંડ ભેગા થઈએ છે તો એક મારો ફ્રેન્ડ મને રોજ કંઈકને કંઈક બહાને હાથ ટચ કરે છે, મને પણ એ યુવાન ગમે છે પણ એ મને પ્રપોઝ પણ નથી કરતો, મને વેલેન્ટાઈન ડે ઉપર પણ વિશ કરી પણ પ્રપોઝ ના કર્યું. હું શું કરું.??
એક યુવતી
જવાબ; તો તમે સામેથી એને પ્રપોઝ કરી શકો છો, મેસેજમાં કે કાગળમાં પણ ગમે તે મેસેજ લખીને આપી શકો છો, આ જનરેશનમાં છોકરા છોકરીને આપણે એક ગણતાં હોઈ તો એવું ના હોઈ કે છોકરો જ પ્રપોઝ કરે, છોકરી પણ કરી શકે.