મને એક પરિણીત પુરુષ સાથે પ્રેમ છે. હું તેના વગર રહી શકતી નથી. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે પણ અમારું ફેમિલી અમારો સબંધ

GUJARAT

પ્રશ્નઃ મારી ઉંમર 39 વર્ષ છે. મારા એક વાર ડિવોર્સ થઈ ગયા છે. હાલ મારા માટે લગ્નની એક વાત આવી છે. તે છોકરા સાથે મારે મોબાઇલ ઉપર વાત થઇ હતી. તે મૂળ કેનેડા રહે છે, અહીં તેનો પરિવાર રહે છે. તેના પણ ડિવોર્સ થઇ ગયા છે. મારા પરિવારના લોકોને તે છોકરો ઘણો ગમે છે, દેખાવે મને પણ ગમે છે, પણ મને કોણ જાણે કેમ વિશ્વાસ નથી બેસતો. મારે ભૂતકાળમાં અમુક અનુભવો થયા છે તે પછી મને કોઇની ઉપર વિશ્વાસ મૂકતાં ડર લાગે છે. મારાં માતા-પિતા કહે છે કે છોકરાના પરિવારને મારા મામાનો પરિવાર ઓળખે છે, તેમના કહેવા પ્રમાણે સારા માણસો છે, તેથી મારે હા કહી દેવી જોઇએ.

તે આવતા મહિને ભારત આવવાનો છે. મારા પરિવારની ઇચ્છા છે કે જો હું હા કહી દઉં તો તે ભારત આવે એ પછી એકબે વાર મળીને લગ્નનું નક્કી કરી નાખીએ, તેથી તે છોકરો જલદીથી કેનેડા જઇને મારા વિઝા મૂકી શકે. હું અવઢવમાં છું. અહીં છોકરાના પરિવારને મારા મામા ઓળખે છે, પણ છોકરો ત્યાં કેવો છે, તેનો સ્વભાવ કેવો છે તે તેઓ કેવી રીતે ઓળખતા હોય. ભારતમાં જ લગ્ન નક્કી કરવાનાં હોય તો અલગ વાત છે, પણ આ તો આખો દેશ છોડીને જવાનું છે, તો કેમ કોઈ ઉપર વિશ્વાસ કરી શકાય? હા, હું છાશ ફૂંકી ફૂંકીને પીવા જેવી વાત કરું છું પણ મને બહુ ટેન્શન થાય છે એટલે.

જવાબ : તમે છાશ ફૂંકી ફૂંકીને પીવાની વાત કરતાં હોવ તો એમા કંઈ જ ખરાબી નથી. તમારા ભૂતકાળના અનુભવોને કારણે જ તમે એમ કરી રહ્યાં છો. એમાં તમારો કોઈ વાંક નથી. તમારી વાત સો ટકા સાચી છે કે આખો દેશ બદલાતા ત્યાં રહેતી વ્યક્તિ કેવી હોય કેવી નહીં તે વિશે ચિંતા રહે. જોકે એ પણ વિચારવું જોઇએ કે દરેક વ્યક્તિ સરખી નથી હોતી. બધાં અલગ હોય છે. તમને પહેલી વારમાં જેવો અનુભવ થયો તે બીજે પણ થાય એ જરૂરી નથી. વળી તમારા પરિવારના લોકો પણ આ વિશે જાણતાં હોય એટલે સ્વાભાવિક છે કે તે પણ એવું જ પાત્ર શોધે છે ખરેખર યોગ્ય હોય. તેમ છતાં તમારો ડર વાજબી છે, તમે તે છોકરા સાથે પણ ખુલ્લામને આ બધી ચર્ચા કરો. જે તે સમજુ હશે તો ચોક્કસ સમજીને તમારો ભય દૂર કરવા પ્રયત્ન કરશે.

પ્રશ્ન : હું ૨૧ વર્ષની છું. મને એક પરિણીત પુરુષ સાથે પ્રેમ છે. હું તેના વગર રહી શકતી નથી. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. અમારો સંબંધ સ્વીકારવા હું મારા માતા-પિતાને કેવી રીતે સમજાવું? શું અમારા સંબંધનું કોઈ ભવિષ્ય હોઈ શકે છે? – એક યુવતી (મુંબઈ)

ઉત્તર: તમારા માતા-પિતાને સમજાવવાને બદલે તમારે જ સમજવાની જરૂર છે. આ યુવક પરિણીત છે. આથી આ સંબંધમાં મને કોઈ ભવિષ્ય દેખાતું નથી. તેની પત્ની સાથે છૂટાછેડા લઈ તે તમારી સાથે પરણવા તૈયાર છે?

આ માટે તે તૈયાર હોય નહીં તો તે માત્ર તમારી લાગણીઓ સાથે રમીને તેની શારીરિક ભૂખ સંતોષી રહ્યો છે. અને કોઈપણ મા-બાપ તેમની પુત્રીના આવા સંબંધનો સ્વીકાર કરવા તૈયાર થાય નહીં એ પણ સ્વાભાવિક છે. આથી જે પગલા ભરો એ સમજી-વિચારીને તેના લાભ અને ગેરલાભનો વિચાર કર્યા પછી જ ભરજો.

Leave a Reply

Your email address will not be published.