મંગળે કર્યો મિથુન રાશિમાં પ્રવેશ, સાવધાન આ રાશિના થશે હાલ બેહાલ

DHARMIK

મહાન ગ્રહ મંગળ વૃષભ રાશિની યાત્રા સમાપ્ત કરીને 14 એપ્રિલે પોતાના શત્રુ બુધની રાશિ મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આ રાશિમાં તે 2 જૂન સુધી ગોચર કરશે ત્યારબાદ પોતાની નીચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તનથી પૃથ્વી અને પ્રાણીઓ પર સીધી અસર પડશે.

મિથુન રાશિ વાયુત્વની રાશિ છે. આથી આ રાશિમાં મંગળ આવવાથી પ્રાકૃત્તિક મુશ્કેલીઓ, આંધી તોફાન અને દુર્ઘટનાઓ સર્જાશે. મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ મકર રાશિમાં ઉચ્ચ રાશિનો તથા કર્ક રાશિમાં નીચનો માનવામા આવે છે.

જન્મકુંડળીમાં તેમના દ્વારા સૌથી મહાન રૂચક યોગનું નિર્માણ થાય છે. જેના પ્રભાવથી જાતકના જીવનમાં કુશળ નેતૃત્વ શક્તિ સંપન્નવાળો પાવર સેક્ટર, અગ્નિશમન સેવામાં કામ કરે છે. આ રાશિ પરિવર્તનથી કેવી અસર પડશે જાણીએ વિશ્લેષણ શું કહે છે.

મેષ રાશિ
આ રાશિ પરિવર્તન પરાક્રમ ભાવમાં ગોચર કરતા મંગળ મિશ્ર ફળ આપશે.

વૃષભ રાશિ
રાશિના ધનભાવમાં ગોચર કરશે મંગળનો પ્રભાવ સારા પરિણામ લાવશે.

મિથુન રાશિ
તમારી રાશિમાં ગોચર કરતા મંગળનો પ્રભાવ સારો નથી. કેમકે તે શત્રુ બુધની રાશિ છે આથી ક્યાંકને ક્યાંક માનસિક અશાંતી વધશે. સ્વભાવ ચીડીયો બની જશે.

કર્ક રાશિ
રાશિમાં વ્યયભાવમાં ગોચર કરતા મંગળ વધારે પડતો ખર્ચ કરાવશે ભાગદોડનો સામનો કરવો પડશે.

સિંહ રાશિ
લાભ ભાવમાં મંગળનો પ્રભાવ મિશ્ર પરિણામ લાવશે. આવકના સાધનો વધશે. કામ અટકી પડશે.

કન્યા રાશિ
દશમ કર્મ ભાવમાં ગોચર કરતા મંગળ સારૂ ફળ આપશે. માન સન્માનમાં વધારો થશે.

તુલા રાશિ
ભાગ્યભાવમાં ગોચર કરતા મંગળનો પ્રભાવ સામાન્ય ફળ આપનાર નથી. આર્થિકપક્ષ મજબુત રહેશે.

વૃશ્ચિક રાશિ
મંગળનું રાશિ પરિવર્તન તમારા સ્વભાવમાં થોડો ફેરફાર લાવશે, ગુસ્સો વધી શકે છે અને આત્મવિશ્વાસનો અભાવ છે.

ધન રાશિ

મંગળની અસર સામાન્ય ફળદાયક રહેશે, જ્યારે રાશિથી સાતમા ઘરમાં સંક્રમણ કરશે. વ્યવસાયના દૃષ્ટિકોણથી સમય પ્રમાણમાં સારો રહેશે, પરંતુ વિવાહિત જીવનમાં કડવાશ આવી શકે છે.

મકર રાશિ
શત્રુભાવમાં ગોચર કરતા આર્થિક નુકસાન થશે. લેતીદેતી કરતા ખાસ કાળજી રાખજો.

કુંભ રાશિ
રાશિના પાંચમાં ભાવમાં ગોચર સફળતા અપાવશે.

મીન રાશિ
રાશિના ચતુર્થ ભાવમાં ગોચર મંગળ માનસિક અજંપો લાવશે. અપ્રિય સમાચાર માટે તૈયાર રહેજો.

Leave a Reply

Your email address will not be published.