પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસની પ્રમુખ મમતા બેનર્જીએ ચૂંટણીથી પહેલા ‘ખેલા હોબે’નો ફોર્મ્યુલા લોકોની વચ્ચે રાખ્યો. પ્રશ્ન ઉઠ્યો કે આખરે ખેલા હોબેનો અર્થ શું છે. સામાન્ય રીતે બંગાળના લોકો આ શબ્દને ‘જોરદાર મુકાબલા’ સાથે જોડીને દેખે છે. 21 માર્ચની રાત્રે તમલુકની એક હોટલમાં નંદીગ્રામ વિધાનસભા સીટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુવેંદુ અધિકારીએ ક્લોઝ ડોર મીટિંગ કરી. બીજી તરફ ઉમેદવારીપત્રની સાથે નંદીગ્રામ વિધાનસભા સીટથી ટીએમસી ઉમેદવાર મમતા બેનર્જીએ રણનીતિ પર પગલાં ભરવાનું શરૂ કર્યું.
નંદીગ્રામ વિધાનસભા સીટથી મમતાનું ઉમેદવારીપત્ર, નંદીગ્રામ આંદોલનથી કનેક્શન, બિરુલિયા બજારની ઘટના, બીજેપીના સુવેંદુ અધિકારી સાથે મુકાબલો… આ તમામ કડીઓની વચ્ચે આને હોટસીટ માનવામાં આવી. બીજેપી માટે આને વર્ચસ્વ સાથે જોડી દેવામાં આવી. પરિણામસ્વરૂપ મીડિયા પણ આ સીટની કવરેજ પ્રમુખતાથી કરવા લાગી. બીજેપી હાઈકમાન્ડ તરફથી આ સીટ પર પ્રચારનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. નંદીગ્રામમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બીજેપી નેતા મિથુન ચક્રવર્તી સહિત તમામ દિગ્ગજોએ સુવેંદુ માટે પ્રચાર કર્યો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ દરમિયાન ટીએમસી અન્ય સીટોને મેનેજ કરવામાં લાગી. રાજકીય નિષ્ણાતો માને છે કે મમતા બેનર્જીએ નંદીગ્રામને એટલું મહત્વનું બનાવી દીધું કે અન્ય સીટ તરફ બીજેપી વધારે ધ્યાન ના આપી શકી. આ દરમિયાન સ્થાનિક લોકોને અલગ-અલગ રીતે ટીએમસીએ મેનેજ કર્યા. ટીએમસીની ચૂંટણી તૈયારીઓમાં અલગ-અલગ ટીમો કામ કરી રહી હતી. દરેક વિધાનસભા સીટમાં પ્રશાંત કિશોરની એક ટીમ, ધારાસભ્ય કેન્ડિડેટના સમર્થક પણ ટીએમસી માટે જમીન મજબૂત કરવામાં લાગ્યા હતા.
નિષ્ણાતો કહે છે કે કેટલીક સીટો પર બીજેપી નેતાઓના વિવાદાસ્પદ નિવેદન પણ ટીએમસી માટે ફાયદાનો સોદો સાબિત થયો. ક્યાંક ને ક્યાંક એ મેસેજ ગયો કે મુસ્લિમ સમુદાય મમતાની સાથે જ સુરક્ષિત છે. બીજેપીની સરકાર બનવા પર તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સાથે મુસ્લિમ વોટબેંક ટીએમસીની સાથે એક થયું. બાકી બંગાળ ચૂંટણીમાં મહાગઠબંધને ભલે રૂપ ના લીધું, પરંતુ બીજેપીને હરાવવા માટે ક્યાંકને ક્યાંક તમામ દળ એકસાથે ઉભેલા જોવા મળ્યા. કોરોના મહામારીને જોતા રાહુલ ગાંધીની રેલીઓ રદ્દ કરવાની જાહેરાત પણ સમર્થનનો એક સંકેત હતુ.