હનીમૂન માટે માલદીવ્સ છે શ્રેષ્ઠ સ્થળ, આ પ્રવૃતિઓ કરવાની આવશે મજા

WORLD

સફેદ રેતી અને ભૂરા પાણીથી ઘેરાયેલ, માલદીવ્સ હનીમૂન માટે અને વેકેશન માટે શ્રેષ્ઠ સ્થળ છે. જો તમારે હનીમૂન માટે ભારતની બહાર જવું હોય તો તમે માલદીવ્સ જઈ શકો છો. આ સ્થળ ખૂબ જ સુંદર છે. તમે આ જગ્યાને દરેક રીતે માણી શકો છો. જો કે, માલદીવ્સમાં બેસીને સૂર્યાસ્ત અને સૂર્યોદય જોવા સિવાય પણ ઘણું કરી શકાય છે. જો તમે પણ માલદીવ્સ જવાનું વિચારી રહ્યા છો તો કેટલીક વસ્તુઓ છે જે તમારે ચોક્કસપણે માલદીવ્સમાં કરવી જોઈએ.

માલદીવ્સમાં સ્નોર્કલિંગ –

તમે સાફ પાણી અને પાણીની અંદર નાની માછલીઓને નજીકથી જોવાની તક કેવી રીતે ચૂકી શકો. એટલે જ જો માલદીવ્સ જાઓ છો તો તમારે સ્નોર્કલિંગ તો અચૂકપણે કરવું જ જોઈએ. તમારા પાર્ટનર સાથે સ્નોર્કલિંગ કરતી વખતે પાણીની અંદર જીવન જોવાનો આનંદ માણો. તમને આ અનુભવ આખી જિંદગી યાદ રહેશે.

લોકલ ટાપુ પર જાઓ –

કેટલાક લોકો વિચારે છે કે સ્નોર્કલિંગ અને સ્કુબા ડાઇવિંગ જેવી પ્રવૃત્તિઓ સિવાય માલદીવ્સમાં બીજું કશું કરવા લાયક નથી. જોકે એવું નથી. લોકલ બીચ પર પહોંચવા માટે, તમે બોટ અથવા ફેરીની મદદથી આઇલેન્ડ પર જઈ શકો છો. આમ કરવાથી તમને અહીંની સંસ્કૃતિ અને વિવિધ પ્રકારના કાફે અને દરિયાકિનારાઓ જોવા મળશે. સાથે જ તમે તમારા પાર્ટનર સાથે ઘણો સારો સમય પસાર કરી શકો છો.

સ્પા –

તમે માલદીવ્સ જાઓ અને લક્ઝરી સ્પામાં ન જાઓ એ તો કેમ ચાલે. અહીંની સ્પા ટ્રીટમેન્ટ એકદમ અલગ હોય છે. સ્પા દરમિયાન સુંદર દૃશ્યો અને સાફ પાણી જોવા મળશે. જો તમે શરીર અને મનને ફ્રેશ કરવા માંગતા હો, તો ચોક્કસપણે અહીં સ્પાનો આનંદ માણો. માલદીવ્સમાં કેટલાક રિસોર્ટ છે જેમાં સ્પા માટે અલગ રોમેન્ટિક સ્પેસ છે.

ફિશિંગ –

ફિશિંગ માલદીવ્સમાં કરવા માટેની શ્રેષ્ઠ પ્રવૃત્તિઓમાંની એક છે. તમે તમારા પાર્ટનર સાથે ફિશિંગનો આનંદ માણી શકો છો. અહીંના મોટાભાગના રિસોર્ટ્સ અથવા હોટલો તેમના મહેમાનો માટે ફિશિંગની વ્યવસ્થા કરે છે. જો તમે ફિશિંગ કરવા માંગતા હોવ, તો સૂર્યાસ્ત પહેલા અહીં જાઓ અને ફિશિંગ કરવાની સાથે સુંદર દૃશ્યોનો આનંદ માણો.

રોમેન્ટિક ડિનર –

તમારા પાર્ટનર સાથે તમારા હનીમૂનને યાદગાર બનાવવા માટે, તમે બીચ પર રોમેન્ટિક ડિનરની વ્યવસ્થા કરી શકો છો. તે એક અદ્ભુત અને યાદગાર અનુભવ હશે. બીચ પર સુંદર મીણબત્તીઓ અને માલદીવ્સનું સ્થાનિક ભોજન તમારા હનીમૂનને વધુ યાદગાર બનાવી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *