મહીસાગર જિલ્લામાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો, પિતાએ ચુડેલ સમજીને દીકરી પર કૂહાડીનો ઘા કર્યો, પુત્રીનું માથું ફાટતા…

GUJARAT

ગુજરાતમાં મોટા ભાગના શહેરોમા હજુ પણ અંધશ્રાદ્ધા જોવા મળી રહી છે. તેવામા મહિસાગર જિલ્લાના સંતરામપુરા તાલુકાના બાવાના સાલીયા ગામે રહેતા પુરૂષને ચૂડેલ દેખાતા તેને કુહાડીનો ઘા કર્યો હતો. જે કુહાડી દિકરીના માથા પર વાગતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમા ખસેડી હતી.

સોમાભાઈના જણાવ્યાનુસાર, મહિસાગરના સંતરામપુર તાલુકાના બાવાના સાલીયા ગામે પરિવાર સાથે રહીએ છીએ. મારી બે દિકરીઓના લગ્ન સોમવારે રાખ્યા હતા. તેવામા શનિવારે મોડી રાત્રે હું અને મારી દિકરીઓ ઘરે સુતા હતા.

તે સમયે એકાએક મારી છાતી પર ચુડેલ આવીને બેસી ગઈ હતી. તે સમયે અમારા ઘરની લાઈટ પણ જતી રહી હતી. જેથી મે તેને ધક્કો મારી દીધો હતો. અને મારી પાસે રહેલી કુહાડી મે તેના પર ફેંકી હતી. જે મારી દિકરીને માથાના ભાગે વાગતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમા લઈને આવ્યા છીએ.

મારી છાતી પર રાત્રે એકાએક કોઈક આવીને બેસી જતા મે આંખો ખોલી અને મને ચૂડેલ જેવુ દેખાયુ હતુ. જેથી મે શોરબકોર પણ મચાવી મુક્યો હતો. અને મે ચૂડેલને ધક્કો મારીને ફેક્યા બાદ કુહાડી તેને મારવા માટે ફેકી જે મારી દિકરીને માથાના ભાગે વાગી હતી.

જેથી બંને દિકરીઓના લગ્ન જે સોમવારે હતા તે હવે મોકૂફ રાખ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.