મહિલાઓ પતિને ક્યારેય નથી જણાવતી પોતાની આ 7 વાતો

nation

દરેક વ્યક્તિના જીવનમાં એક સમયે લગ્ન કરવાનો અવસર આવે છે. લગ્નના બંધનમાં બંધાયા બાદ સૌના જીવનમાં એક મોટો ફેરફાર આવે છે. આ સમયે તમે પતિની સાથે એક સાથે રહો છો અને પોતાનું જીવન તેમની સાથે શેર કરો છો. આ સમયે પછી તેમાં તમારો ગુસ્સો હોય, પ્રેમ હોય, સારી આદતો હોય, ખરાબ આદતો હોય કે પસંદ કે નાપસંદની વાત હોય, તમે બધું શેક કરો છો. તમે તમારા જીવનની બારીકીઓને રોજ પોતાના પતિ સાથે શેર કરો છો. પરતુ કેટલીક વાતો એવી હોય છે કે જેને મહિલાઓ પતિ સાથે શેર કરતી નથી. શું તમે જાણો છો કે આ કઈ 7 વાતો છે જે પત્નીઓ પતિથી હંમેશા છૂપાવીને રાખે છે.

જૂના સંબંધો વિશે

અનેક મહિલાઓ પોતાના જૂના સંબંધોને વિશે પતિ સાથે ક્યારેય વાત કરતી નથી. મહિલાઓને લાગે છે કે તેમને પોતાના પતિ સાથે આ જૂના સંબંધો વિશે વાત કરી તો તેઓ કંઈ ખોટું વિચારવાનું શરૂ કરી દેશે અને આ અસુરક્ષિતતાના કારણે તેઓ આ વાતને ક્યારેય પતિ સાથે શેર કરતી નથી.

પૂર્વ પ્રેમીની યાદ

શક્ય છે કે મહિલા પોતાના પતિને ખૂબ પ્રેમ કરતી હોય અને તેનું સમ્માન પણ કરતી હોય પરંતુ અનેક વાર કોઈ પણ જૂની અને ખાસ કરીને પ્રેમીની યાદ આવી જતી હોય છે. શક્ય છે જે મહિલા પોતાના સંબંધને મજબૂત રાખવા ઈત્છે છે તેના કારણે તે પતિની સામે પૂર્વ પ્રેમીની યાદ આવવા દેતી ન હોય.

માતા પિતાથી પ્રેમ કરવાનો દેખાડો કરવો

પ્રેમ એક અલગ અહેસાસ છે અને લગ્ન સામાજિક બંધન છે. લગ્ન બાદ પત્નીને પતિ અને તેના પેરન્ટ્સની સામે પોતાના પ્રેમનો એકરાર કરવો પડે છે. પછી તે દિલથી હોય કે દેખાડાનો હોય. અન્ય વાત એ છે દરેક મહિલા જાણે છે કે તેના સાસરી વાળા તેને કયારેય તેમની દીકરી માનશે નહીં અને એટલું નહીં તે પણ પોતાના માતા પિતાની જેમ તેમને પ્રેમ અને દેખરેખ પૂરી પાડી શકશે નહીં. પરંતુ આ વાત તે પોતાના મન સિવાય કોઈને જણાવી શકતી નથી.

પોતાની કરિયર છોડવાનો અફસોસ

અનેક મહિલાઓને બાળકોની દેખરેખ કરવા માટે અને પોતાના ઘરને સુચારુ રીતે ચલાવવા માટે પોતાનું કરિયર છોડવું પડે છે. અનેક વાર પતિ તેમના ઘરના કામમાં મદદ કરી શકતા નથી. આ સમયે મહિલાઓને લાગે છે કે તેઓએ પોતાનું કરિયર છોડીને ખોટો નિર્ણય લીધો છે. પણ તેઓ આ વાતને અન્ય કોઈની સાથે નહીં તો પતિ સાથે પણ શેર કરી શકતી નથી.
પતિ માતાનો પક્ષ લે છે

લગ્ન બાદ સાસુ અને વહુના ઝઘડા દરેક ઘરમાં જોવા મળી જ જાય છે. આ સમયે શક્ય છે પતિ માતા અને પત્નીની વચ્ચે ફસાઈ જાય છે. અનેક પુરુષો ખાસ કરીને પોતાના માતાનો પક્ષ લેતા હોય છે. અનેક મહિલાઓને ખ્યાલ પણ હોય છે તે તે તેમની માતાનો પક્ષ લે છે અને જે મહિલા પોતાના સંબંધને બચાવવા ઈચ્છે છે તે ક્યારેય પતિની સામે આ વાતને જાહેર થવા દેતી નથી કે તેનાથી વધારે તે પોતાની માતાની વાત માને છે.

મહિલાના પરિવાર અને દોસ્તો સાથેની ગપશપ

મહિલા પોતાના સૌથી સારા દોસ્તના જીવનમાં જે પણ કંઈ થઈ રહ્યું છે તેને જાહેર કરતી નથી. પતિની સામે પોતાના સંબંધીઓની વાતોને શેર કરતી નથી, અનેક લોકો હોય છે જે પોતાની પત્નીની દરેક વાતો પોતાની માતાને જણાવે છે. જેનાથી ઘરમાં ક્યારેક કંકાસનું વાતાવરણ જન્મે છે. આ કારણ છે કે પત્નીઓ પોતાની આ વાત ક્યારેય પતિને જણાવવાનું જરૂરી સમજતી નથી.

સેક્સ લાઈફ વિશે

અનેક પુરુષો ફોરપ્લેને માટે ઓછામાં ઓછો સમય લે છે અને જાતીય સંબંધને વિશે પત્નીને તે ખુશી આપી શકતા નથી જે પત્ની ઈચ્છે છે. પરંતુ એક સારા અને મજબૂત સંબંધને માટે સેક્સ લાઇફનું સારું હોવું જરૂરી છે. જેમાં બંનેને આનંદ મળી શકે, અનેક વાર પત્ની આ વાતને પતિ સાથે શેર કરી શકતી નથી.

તો તમે પણ જો એક હેલ્ધી રિલેશનશીપ ઈચ્છો છો તો તમે આજથી જ આ 7 આદતોને પતિ સાથે શેર કરવાનું ટાળો. તમારા સંબંધો આપોઆપ એક નવી દિશા તરફ વળશે અને પરિવાર, પતિ અને તમે પોતે પણ ખુશ રહી શકશો. લગ્નની ડોરને કાયમ અને મજબૂત રાખવા માટે નાની વાતોને ઈગ્નોર કરી લો તે જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published.