મહિલાઓ માસિક લંબાવવા ગોળીઓ લે છે શું એનાથી નુકશાન થઇ શકે ??? જાણો તમેં પણ

GUJARAT

પ્રશ્ન : હું એક પરિણીત પુરુષ છું. મારા લગ્નને ત્રણ વર્ષ થઇ ગયા છે અને હું મારા લગ્નજીવનથી સંપૂર્ણપણે સંતુષ્ટ છું. જોકે છેલ્લા કેટલાક સમયથી હું એક સમસ્યાનો સામનો કરી રહ્યો છું. લગ્ન પહેલાં એક યુવતી સાથે મારો પ્રેમસંબંધ હતો પણ પછી મતભેદના પગલે અમારા સંબંધોનો અંત આવ્યો હતો. હવે મારી એક્સ ગર્લફ્રેન્ડ મને વારંવાર ફોન કરીને પરેશાન કરે છે. મેં તેને ઘણી વખત સમજાવી હતી કે હવે હું પરિણીત છું અને મારા લગ્નથી બહુ ખુશ પણ છું, પણ આમ છતાં તે મને વારંવાર ફોન કરે છે. મને ડર લાગે છે કે તેના કારણે મારા લગ્નજીવનમાં સમસ્યા સર્જાઇ શકે છે. આ સંજોગોમાં મારે શું કરવું જોઇએ? એક પુરુષ (અમદાવાદ)

ઉત્તર : તમારી સમસ્યા સમજી શકાય એમ છે પણ હવે આ સમસ્યાનો ઉકેલ લાવવાનું પણ તમારા હાથમાં જ છે. સૌથી પહેલાં તો તમે ખોટી લાગણીમાં અટવાવાને બદલે તમારી એક્સ ગર્લફ્રેન્ડને સ્પષ્ટ શબ્દોમાં પૂછી લો કે તમે જ્યારે પરિણીત છો ત્યારે તે તમારી સાથે કેમ સંબંધ વધારવા ઇચ્છે છે. તમે એને સમજાવો કે તમારી સાથે કોઇ પણ પ્રકારનો સંબંધ રાખવાથી તેને કંઇ નહીં મળે.

તેનો ઇરાદો તમારી સાથે સંબંધ વધારીને તમને બ્લેકમેલ કરવાનો તો નથી ને? આ વાતને ચેક કરી લો. જો તમારા અને તમારાં પત્ની વચ્ચે સારું બોન્ડિંગ હોય અને બંને વચ્ચે પૂર્ણ વિશ્વાસ હોય તો તમે આ સમસ્યાથી છૂટકારો મેળવવામાં તમારાં પત્નીની પણ મદદ લઇ શકો છો. તમે તમારી પત્નીને વિશ્વાસમાં લઇને તેની સાથે તમારી સમસ્યા શેર કરો.

જો તમારી પત્નીને તમારી પર વિશ્વાસ હશે તો એ સમજી શકશે કે લગ્ન પહેલાં કોઇ પ્રેમસંબંધ હોય એ અત્યારના સમયમાં સ્વાભાવિક છે. જો તમે તમારી પત્નીને વિશ્વાસમાં લઇ લેશો તો પછી તમારે ભૂતપૂર્વ પ્રેમિકાથી ડરવાની કોઇ જ જરૂર નહીં પડે કારણ કે તમારી એક્સ ગર્લફ્રેન્ડ તમને બ્લેકમેલ નહીં કરી શકે. જોકે કોઇ પણ નિર્ણય સમજી વિચારીને જ લેજો કારણ કે જો તમારી પત્નીને તમારી વાત પર વિશ્વાસ નહીં થાય તો તમારા શાંત જીવનમાં વિવાદનાં વમળ સર્જાઇ શકે છે.

પ્રશ્ન : મહિલાઓ ધાર્મિક પ્રસંગો અગાઉ ત્રણ-ચાર દિવસ પહેલાં માસિક લંબાવવા ગોળી લે છે તે શું આ દવાઓથી મહિલાને નુકસાન કે આડઅસર થવાની શક્યતા ખરી?

ઉત્તર : માસિક લંબાવવા માટે બે પ્રકારની ગોળીઓ આવે છે: એક, બજારમાં મળતી સામાન્ય ગર્ભનિરોધક ગોળી અને બીજી ગોળીમાં માત્ર પ્રોજેસ્ટ્રોન હોર્મોન્સ હોય છે. માસિકસ્રાવ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન હોર્મોન્સનું પ્રમાણ ઓછું થવાથી આવે છે.

જ્યારે આ ગોળી લેવામાં આવે ત્યારે હોર્મોન્સનું પ્રમાણ શરીરમાં વધે છે, જેથી માસિક આવતું નથી. ગોળી બંધ કર્યાના બે-ત્રણ દિવસમાં માસિક પાછું આવી જતું હોય છે. આ ગોળી અનિયમિત માસિકને નિયમિત કરવા માટે પણ વપરાય છે. આ ગોળીથી અમુક લોકોને દવા લે ત્યાં સુધી ઉબકા આવે અથવા શરીરમાં પાણી ભરાવાથી સોજા અનુભવાતા હોય છે. બાકી કોઇ કાયમી આડઅડર જોવા મળતી નથી. દુનિયામાં લાખો સ્ત્રીઓ આ દવાનું સેવન કરતી હોય છે. પરંતુ આ દવા સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ જ લેવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published.