મહેસાણા: બહેનને ભગાડવામાં મદદ કર્યાની શંકામાં યુવાન પર ધોકાવાળી

COVID 19

મહેસાણા પોલીસની ઓસરતી ધાકને કારણે ગુનેગારો બેલગામ બન્યા છે અને શરીર સબંધી બનાવો ચિંતાજનક હદે વધ્યા છે. બુધવારે સિધ્ધિ વિનાયક સોસાયટી પાસે જીઆઇડીસીમાં બહેનને ભગાડવામા મદદ કર્યાની શંકાના આધારે યુવતીના ભાઇ સહિત બે શખસોએ યુવાન પર હુમલો કરી માથુ અને પગ ભાંગી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

મહેસાણાના નાગલપુર વિસ્તારમાં ચીસ્તીયાનગર મસ્જીદની બાજુમાં મકાન નં.૦૩માં રહેતા હુસેનખાન ઇમરાનખાન પઠાણ( ઉ.વ.૨૬) નામના યુવાને પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નાગલપુર કસ્બામાં રહેતા હુસેનખાન ઇમરાનખાન પઠાણ અને સમીરખાન જાવેદખાન પઠાણનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર સમીરની બહેન ભાગી ગઇ હોય તેમાં ફરિયાદીએ મદદ કર્યાની શંકાને આધારે આરોપીઓએ તેને ઇકબાલહુસેન મહમદહુસેન મલીકની મદદથી જીઆઇડીસીમાં બોલાવ્યો હતો. જ્યાં આરોપી ઇમરાનખાને તે સમીરની બહેનને ભગાવવામાં મદદ કરેલ છે તેમ પુછતા ફરિયદીએ પોતે મદદ કરી ન હોવાનું જણાવવા છતાં બન્ને આરોપીઓ ધોકા સાથે તૂટી પડયા હતા અને માથુ અને પગ ભાંગી નાખ્યા બાદ ગડદાપાટુનો માર માર્યો હતો અને જતા-જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ હુમલામાં ઘવાઇને લોહીલુહાણ થયેલા ફરિયાદીને ૧૦૮ મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે બન્ને પઠાણ શખસો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.