મહેંદીનો રંગ ઉતર્યો નહોતોને ગુજરાતની દીકરીને દ.આફ્રિકામાં કાળ ભરખી ગયો

GUJARAT

ભરૂચના સરનાર ગામની એક યુવતીના દક્ષિણ આફ્રિકા ખાતે વડોદરાના યુવાન સાથે હજી એક સપ્તાહ પહેલાં જ લગ્ન થયા હતા. યુવતી તેના ભાઇ સાથે કારમાં જ્હોનિસબર્ગથી વેન્ડા જવા નીકળતાં અકસ્માત નડ્યો હતો. લગ્નની મહેંદી સૂકાય તે પહેલાં જ યુવતીના મૃત્યુથી સરનાર તેમજ સાંસરોદ ગામે રહેતાં સગાસંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

યુવતીના વડોદરાના સાંસરોદ ગામના યુવાન સાથે લગ્ન થયાં હતાં. લગ્નમાં યુવતીની માતા બંને પુત્રી સાથે દક્ષિણ આફ્રિકા ગઇ હતી. જ્યાં લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ તેઓ પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે તેમની કારને અકસ્માત નડતાં યુવતીનું મોત નીપજ્યું હતું.

એક સપ્તાહ પહેલાં તેમના લગ્ન હોવાથી તેમનો પરિવાર લગ્નપ્રસંગમાં સાઉથ આફ્રિકા ગયો હતો. લગ્નપ્રસંગ પૂરો થયાં બાદ યુીતિ તેની માતા અને સાઉથ આફ્રિકામાં રહેતાં ભાઇ સાથે કારમાં જોહનિસબર્ગથી વેન્ડા જવા માટે નીકળી હતી. દરમિયાન રસ્તામાં તેમની કારને અકસ્માત નડતાં યુવતિનું મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *