મહાકાલેશ્વર મંદિરના દર્શન કર્યા બાદ ઉજ્જૈનમાં આ જગ્યાઓએ પણ ફરવા જજો, જોવાલાયક છે આ સ્થળો પણ

DHARMIK

મધ્યપ્રદેશનું ઉજ્જૈન 12 જ્યોર્તિલિંગોમાંથી એક જ્યોર્તિલિંગ મહાકાલેશ્વર મંદિર માટે જાણીતું છે. દર વર્ષે હજારો ભક્તો આ મંદિરમાં મહાકાલેશ્વરના દર્શને આવે છે. પોતાના ઇતિહાસ માટે જાણીતું આ મંદિર લોકોના મનમાં અલગ જ મહત્ત્વ ધરાવે છે. લોકો મહાકાલેશ્વરના દર્શન બાદ પૂજાપાઠ કર્યા બાદ અહીંથી પરત જતા રહે છે પણ ઘણા લોકો અહીંની આસપાસ આવેલા સ્થળોએ ફરવા જાય છે. જો તમે પણ મહાકાલેશ્વરના દર્શન બાદ અહીં ફરવા જવાનો પ્લાન કરતા હોવ તો જાણી લો આ જગ્યાઓ વિશે –

ભગવાન શિવને સમર્પિત મહાકાલેશ્વર મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિરમાં મહાકાલ લિંગમને સ્વયંભૂ માનવામાં આવે છે. આ સિવાય તમે બીજા પ્રસિદ્ધ મંદિરોમાં પણ દર્શન કરવા જઈ શકો છો.

કાળ ભૈરવ મંદિર –
ભગવાન શિવનું ઉગ્ર સ્વરૂપ છે કાળ ભૈરવ અને કાળ ભૈરવ આઠ ભૈરવમાં સૌથી મહત્ત્વપૂર્ણ છે. પ્રાચીન શાસ્ત્રો અનુસાર કાળ ભૈરવ મંદિરને તંત્ર સંપ્રદાય સાથે જોડવામાં આવે છે. આ મંદિરમાં એક શિવલિંગ છે, જ્યાં મહાશિવરાત્રી દરમિયાન હજારો ભક્તો દર્શને આવે છે.

રામ મંદિર ઘાટ –
શિપ્રા નદી પર આવેલા રામ મંદિર ઘાટનું અલગ જ ધાર્મિક મહત્ત્વ છે, આ એ ચાર સ્થળોમાંથી એક છે જ્યાં દર 12 વર્ષે કુંભ મેળો ભરાય છે. કુંભ મેળાના સંદર્ભમાં તેને સૌથી જૂનો સ્નાન ઘાટ માનવામાં આવે છે. આ ઘાટ પરથી સૂર્યાસ્ત જોવાનો આનંદ ચોક્કસ માણો.

કાલિયાદેહ મહેલ –
શિપ્રા નદીમાં એક ટાપુ પર સ્થિત આ મહેલ અપાર ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. તેનું નિર્માણ વર્ષ 1458માં થયું હતું. આ મહેલ બંને બાજુથી નદીના પાણીથી ઘેરાયેલો છે.

પીર મત્સ્યેન્દ્રનાથ –
ઉજ્જૈન અને મધ્યપ્રદેશમાં અન્ય સ્થાપત્ય અજાયબીઓથી વિપરીત, શિપ્રા નદીના કિનારે પ્રખ્યાત આકર્ષણનું કેન્દ્ર પીર મત્સ્યેન્દ્રનાથ એક સમાધિ છે. આનું નિર્માણ બીજા બધા સ્મારકોની જેમ શૈવ ધર્મના નાથ સંપ્રદાયના મહાન નેતાઓની યાદમાં કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *