માટલા જેવા ગોળ મટોળ પેટથી કંટાળી ગયા છો તો કરો આ 1 વસ્તુનું સેવન

helth tips

લીલી મેથીનું શાક અને પરાઠા જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. જ્યારે મેથીના દાણા પણ ઘણી બીમારીઓને દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે. ખાસ કરીને મેથીના દાણા વજન ઓછું કરવા, બ્લડ પ્રેશરને નિયંત્રણ રાખવામાં તેમજ ડાયાબિટિસ દૂર કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. તો આવો જોઇએ મેથીના દાણાને કેવી રીતે તમારા સ્વાસ્થ્ય તેમજ વધતા વજનને ઓછું કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે.

તે સિવાય જે લોકોને વધારે ભૂખ લાગે છે તે લોકોએ વારંવાર મેથીના દાણા ખાય તો તે લોકોને ભૂખ લાગવાની સમસ્યા ઓછી થઇ જાય છે અને તેમા ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે કબજિયાતની સમસ્યાને દૂર કર છે.

ગરમ મેથીના દાણા

મેથીના દાણાને પીસી લો અને તેનો પાવડર બનાવી લો. વહેલી સવારે ભૂખ્યા પેટે તેને નવશેકા પાણીની સેવન કરો.

પલાળેલી મેથી

એક મુઠ્ઠી મેથીના દાણાને આખી રાત પલાળીને રાખવા. તે બાદ તે પાણી નીકાળીને દાણાનું સેવન કરો. જેનાથી ભૂખ લાગતી નથી અને તમારું વજન પણ નિયંત્રિત રહે છે.

મેથી ચા
એક કપ ઉકળતા પાણીમાં મેથીના દાણા ઉમેરી લો. તેમા તજ અને પીસેલું આદું ઉમેરો. આ ચા પીવાથી બલ્ડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને ખાવાનું સહેલાઇથી પચી જાય છે.

અંકુરિત મેથી

અંકુરિત મેથીમાં વિટામીન અને મિનરલ્સ હોય છે તેને સવારે ખાલી પેટે ખાવાથી વજન ઓછુ થાય છે.

મેથી અને મધ

એક કપ ગ્રીન ટીમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરો. તેમા ઉપરથી મેથીનો પાવડર ઉમેરી રોજ ભૂખ્ય પેટે પીવાથી સડસાડાટ તમારુ વજન ઘટવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *