મા-બાપે સમજાવી પણ છોકરી ના માની, 17 વર્ષની ઉંમરે જ કરી બેઠી મોટી ભૂલ

GUJARAT

માંડવી તાલુકાના નાનીચેર ગામમાં એક યુવાને એક તરૂણી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. બાદમાં બંનેએ મર્યાદાઓ ઓળંગી દીધી હતી જેના કારણે 10માં ધોરણમાં અભ્યાસ કરતી આ તરૂણી કુંવારી માતા બની છે. નાનીચેરમાં રહેતા યુવાને 17 વર્ષીય યુવતી સાથે શારીરિક સંબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવી હતી. બે દિવસ અગાઉ જ તરૂણીએ બાળકને જન્મ આપ્યો હતો. જોકે, સારવાર માટે સરકારી દવાખાને જતાં જ ભાંડો ફૂટ્યો હતો અને હવે આ મામલો માંડવી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

ઘટનાની વિગત પ્રમાણે વિશાલ ચૌધરી નામનો યુવક પોતાના પરિવાર સાથે નાનીચેર ગામે રહે છે. બે વર્ષ અગાઉ લગ્ન પ્રસંગમાં આવેલી એક તરૂણી સાથે તેની ઓળખાણ થઈ હતી. તરૂણી બારડોલી તાલુકાની સ્કૂલમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. આ જ સ્કૂલમાં વિશાલનો ભાઈ પણ અભ્યાસ કરતો હતો. જેના કારણે વિશાલ અવારનવાર તેની સ્કૂલે જતો હતો.

આ દરમિયાન તેણે તરૂણી સામે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો અને મોબાઈલ નંબર એકબીજાને આપ્યા હતા. બાદમાં તેમનો પ્રેમ સંબંધ આગળ વધ્યો હતો. પ્રેમ સંબંધમાં યુવકે તરૂણીની ઉંમરનો પણ ખ્યાલ રાખ્યો ન હોય તેમ પોતાના ઘરે અને માંડવી લઈ જઈને અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.

તરૂણી ધોરણ 10માં નાપાસ થઈ હતી જેના કારણે તે રિપીટરની પરીક્ષા માટેની તૈયારીઓ કરી રહી છે. આ ઉપરાંત તે માંડવીમાં કોમ્પ્યુટરનો કોર્સ પણ કરતી હતી. જેથી વિશાલ તેને મળતો હતો. બાદમાં તરૂણીના પરિવારજનોને વિશાલ સાથેના તેના પ્રેમ સંબંધની જાણ થઈ હતી. જેના કારણે તેમણે તરૂણીને ઠપકો આપ્યો હતો અને આ પ્રેમ સંબંધનો અંત લાવવાનું કહ્યું હતું. જોકે, પરિવારના ઠપકાની અસર પણ યુવતી પર થઈ ન હતી અને તેણે પ્રેમ સંબંધ ચાલું રાખવાની જીદ કરી હતી. ઘણું સમજાવ્યા બાદ પણ તરૂણી માની ન હતી અને તે કોઈ ખોટું પગલું ભરશે તેવા ડરથી પરિવારે વધારે દબાણ કર્યું ન હતું.

જોકે, વિશાલ સાથે શારીરિક સંબંધના કારણે તરૂણી ગર્ભવતી બની હતી. બે દિવસ પહેલા જ તેણે એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. પરંત બે દિવસ બાદ તરૂણીની તબીયત બગડી હતી જેના કારણે તેની માતા તેને લઈને સરકારી દવાખાને ગઈ હતી. જ્યાં તરૂણીની ઉંમરની હકિકત જાણ્યા બાદ માંડવી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તરૂણીની માતાની ફરિયાદ લઈને વિશાલ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published.