માં અંબાનો અવસર નિર્વિઘ્ને પૂર્ણ: 6 લાખથી વધુએ દર્શન કર્યા, સોનાના દાન સાથે ભક્તોએ ભંડાર છલકાવ્યો

GUJARAT

યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાનો ભાદરવી પૂનમનો અવસર નિર્વિઘ્ને પૂર્ણ થયો છે. સાત દિવસમાં 6 લાખથી વધુ માઇભક્તોએ મા ના દર્શન કર્યા છે, તો 46 લાખથી વધુ ભંડારામાં આવક થઈ છે. કેટલાંક માઇભક્તોએ તો સોનાનું પણ દાન કર્યું છે. જોકે અવસર નિર્વિઘ્ને પૂર્ણ થતાં પોલીસ પરિવાર અને વહીવટી તંત્રે ધ્વજા ચડાવીને મા અંબાનો આભાર માન્યો છે.

ભાદરવી પૂનમનો મહાઅવસર નિર્વિઘ્ને પૂર્ણ થયો છે. પોલીસ પરિવારની વહીવટીતંત્રે ધ્વજા ચડાવીને મા અંબાનો આભાર માન્યો હતો. છેલ્લા સાત દિવસમાં 6 લાખથી વધુ માઇભક્તોએ માના દર્શન કર્યા છે, જ્યારે 46 લાખની માના ભંડારમાં આવક થઈ છે. પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓના ઘસારાને જોતા વહીવટીતંત્રે સીસીટીવી સહિતની સુરક્ષા પદયાત્રીઓ માટે પ્રદાન કરી હતી. જોકે માના આશીર્વાદથી આજે ભાદરવીનો અવસર નિર્વિઘ્ને પૂર્ણ થયો છે.


5000 પોલીસ જવાનોએ ખડે પગે સાત દિવસ પદયાત્રીઓની સેવા કરી છે. પદયાત્રીઓની સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે સીસીટીવીથી સજ્જ અને આધુનિક ઉપકરણો દ્વારા અંબાજીમાં અને અંબાજીના માર્ગો પર પોલીસે પદયાત્રીઓની અને ગુજરાતભરમાંથી આવતા શ્રધ્ધાળુઓની સેવા કરી છે. જોકે માનો અવસર નિર્વિઘ્ને પૂર્ણ થતાં પોલીસ પરિવારે પણ ધ્વજા ચડાવીને આભાર માન્યો હતો. પાંચ દિવસમાં 45 લાખનું દાન આવતાં માનો ભંડાર પણ ભક્તોએ છલકાવ્યો હતો.

સોનાનું પણ દાન માઈભક્તોએ કર્યું હતું. માઇભક્તોએ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની પહેલ છે અને આ પહેલને લઈ અનેક ભક્તો સોનાનું પણ દાન કરે છે. જોકે આજે ભાદરવી પૂનમના અવસર નિમિત્તે અમદાવાદના માઇ ભક્તે 500 ગ્રામ સોનાનું દાન પણ કર્યું હતું.

છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીથી સમગ્ર વિશ્વ પીડાય છે. અનેક ભક્તો મા અંબાને કોરોનાની મહામારીમાંથી મુક્ત કરવા માટે પ્રાર્થના કરે છે, ત્યારે જૂનાગઢના અખાડાના કિન્નરોએ પણ મા અંબાના ચાચરચોકમાં ગરબા રમી અને માના ચરણોમાં શિશ નમાવી અને સમગ્ર વિશ્વ કોરોના મુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *