લવ મેરેજ પહેલા છોકરીઓને મૂઝવણમાં મુકતી કેટલીક વાતો

DHARMIK

પ્રેમ જ્ઞાતિ-ધર્મ, ઉંચ નીચ, અમીર-ગરબી જોઈને નથી થતો એ તો અચાનક થઈ જાય છે. પંરતુ બહું ઓછા લોકો હોય છે જેમના લગ્ન તેમની મનગમતી વ્યકતિ સાથે થતા હોય છે. એટલા માટે કોઈના પ્રેમની સામે સામાજીક, તો કોઈની સામે પારિવારીક સમસ્યાઓ આવી જાય છે. પણ જે લોકો સમસ્યા સામે લડીને પ્રેમને હાસિલ કરી લેતા હોય છે, તેમનો પ્રેમ સફળ થઈ જાય છે. પરંતુ છોકરીઓના મનમાં લવ મેરેજને લઈને અથવા ધર-પરિવારને છોડતા
પહેલા ઘણી બઘી વાતો ચાલતી હોય છે. આજે તમને આ વિશે જણાવીશું.

-લવ મેરેજ પહેલા શું વિચારતી હોય છે છોકરીઓ

–શું તે સારો પતિ બનશે કે નહિ :
પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાનું સપનુ દરેક છોકરીઓનું હોય છે. પણ જેમ જેમ લગ્નની તારીખ નજીક આવતી હોય છે ત્યારે છોકરીઓ આ વાતને લઈને મુઝવણમાં આવી જતી હોય છે કે તેમનો બોયફ્રેન્ડ એક સારો પતિ બનશે કે નહિ.

-મને ખુશ રાખશે કે નહી
છોકરીઓને સૌથી વઘારે ચિંતા એ વાતની હોય છે કે શું તેમનો બોયફ્રેન્ડ લગ્ન પહેલા જે રીતે ખુશ રાખતો હતો એ રીતે લગ્ન પછી ખુશ રાખશે.

-તે કોઈ અફેર તો નહિ કરે ને
છોકરીઓ કંઈ પણ સહન કરી શકે છે, પરતું તેનો પતિ કોઈ બીજી છોકરીઓ સાથે સંબઘ રાખશે તે વાત કયારે સહન નહિ કરે. જો કે, તે પોતાના બોયફ્રેન્ડ
વિશે બઘુ જાણતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *