લવ મેરેજ બાદ સુહાગરાતે જ પતિ-પત્નીને હોસ્પિટલે દાખલ કરવા પડ્યા, ચોંકાવનારુ છે કારણ

GUJARAT

બિહારના ગોપાલગંજમાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં લગ્ન અને રિસેપ્શન બાદ વર-કન્યાએ ઝેર પી લીધા બાદ બન્ને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેના લવ મેરેજ હતા, પરંતુ હવે સવાલ એ છે કે હનીમૂન પહેલા શું થયું કે બંનેએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.

લવ મેરેજ બાદ આત્મહત્યા કરવાનો પ્રયાસ

ગોપાલગંજના મીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ચંદ્રિકા સિંહનો 30 વર્ષીય પુત્ર મુકેશકુમારસિંહે રવિવારે જમશેદપુરના સોનાટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 28 વર્ષીય શાંતિ સાથે થાવે મંદિરમાં લગ્ન કર્યા હતા. આ પછી સાંજે ઘરે રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી હતી. રિસેપ્શન પછી કન્યા અને વરરાજા તેમના રૂમમાં ગયા, પરંતુ પછી બંનેએ ઝેર પીધું.

એક અહેવાલ મુજબ બંને ઓરડામાં બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. આ પછી, પરિવારે તેને ગંભીર હાલતમાં ગોપાલગંજની સદર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઇમરજન્સી વોર્ડના ડોકટરોએ બન્નેની સારવાર કરી હતી અને પોલીસને આ મામલે જાણ કરવામાં આવી હતી. જોકે, બાદમાં તેને ગોરખપુર રિફર કરાયા હતા.

બંનેએ ઝેરી ચિકન ખાધુ

સદર હોસ્પિટલમાં પ્રેમી યુગલને લઈને લાવનાર સબંધીઓના જણાવ્યા મુજબ, બંનેએ ઝેરી ચિકન ખાધુ હતું, પરંતુ બધુ બરાબર હોવા છતા તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કેમ કર્યો તેની જાણ નથી. પોલીસે જણાવ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે અને આ દંપતી બેભાન અવસ્થામાં હતું, તેથી પૂછપરછ થઈ શકી ન હતી.

Leave a Reply

Your email address will not be published.