લોકરક્ષક ભરતીના ઉમેદવારો માટે મોટા સમાચાર: IPS હસમુખ પટેલે ટ્વિટ કર્યુ

GUJARAT

પોલીસ ભરતીને લઈને એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. લોક રક્ષક ભરતીના ઉમેદવારો માટે આજે ફરી એકવાર મોટી જાહેરાત થઈ છે. લોકરક્ષક ભરતીની ટુંક સમયમાં જાહેરાત કરાશે. તેના માટે આજે IPS હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 10,988 પોલીસની ભરતીને અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું.


IPS હસમુખ પટેલે આજે એક ટ્વીટ કરીને લખ્યું છે કે, 31 માર્ચ 2021 પછી લાયક ઠરેલ ઉમેદવારોને પણ તક મળે તે હેતુથી પો.સ.ઇ ભરતી બોર્ડે તારીખ 20/10/21 અરજીઓ મંગાવેલ છે. https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d પર અરજી કરી શકાશે. લોકરક્ષક ભરતી ની જાહેરાત પણ ટૂંક સમયમાં આપવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, થોડા સમય પહેલા હસમુખ પટેલે એક ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, “લોકરક્ષક ભરતીની જાહેરાત પૂર્વેની તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં જાહેરાત આપવામાં આવશે. દિવાળી પછી નવેમ્બરમાં શારીરિક કસોટી શરૂ થવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ એલઆરડીની પરીક્ષામાં પેપર લીક અને મહિલા અનામત ઠરાવને લઈને વિવાદ સર્જાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *