‘લાલબાગચા રાજા’ની 2021ની પહેલી તસવીર આવી સામે, તમામ પ્રખ્યાત ગણપતિ બાપાના કરો ઓનલાઈન દર્શન

nation

મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનું ખુબ જ મહત્વ રહેલું છે. ભારતમાં સૌથી વધારે ગણપતિ ચતુર્થી મુંબઈ અને મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. જો કે એક બાજુ કોરોના મહામહાની ત્રીજી લહેર દરવાજા પર દસ્તક દઈ રહી છે તો બીજી તરફ ભારતના પવિત્ર તહેવારો આવી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાના કહેરની વચ્ચે દેશમાં તમામ પ્રકારના તહેવારો પર ગ્રહણ લાગ્યું છે. ત્યારે આ વર્ષે પણ લોકો ધામધૂમથી નહીં ઉજવી શકે. મુંબઈમાં કોરોના મહામારીના પગલે બીએમસી દ્વારા નવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. બીએમસીએ લોકોને આ પવિત્ર તહેવાર સાદાઈથી અને કોરોનાના નિયમોનું પાલન કરીને મનાવવાની અપીલ કરી છે. આ પ્રકારે સાર્વજનિક પંડાલોમાં દર્શન માટે શ્રદ્ધાળુઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સિવાય સરઘસમાં પણ સીમિત વ્યક્તિઓ નક્કી કરવામાં આવી છે.

લાલબાગચા રાજા, મુંબઈ

મુંબઈના લાલબાગચા રાજા મહારાષ્ટ્રમાં સૌથી લોકપ્રિય છે. જ્યાં દરવર્ષે ગણેશોત્સવ દરમિયાન ગણપતિ દાદાના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટી પડે છે. મુંબઈના લાલબાગ બજારમાં આ ગણેશ મંડળ ખુબ જ લોકપ્રિય છે. વર્ષ 1934થી લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગણપતિ મહોત્વની શરૂઆત 10 સપ્ટેમ્બરથી થઈ રહી છે. આ પવિત્ર તહેવારને દેશભરમાં ખાસ કરીને મુંબઈમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. જેને લઈને બીએમસી દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન દર્શન કરવા માટે – https://www.lalbaugcharaja.com/MR/

અંધેરીચા રાજા, મુંબઈ

અંધેરીચા રાજા અથવા અંધેરીના રાજા પોતે અનન્ય છે. અંધેરી પશ્ચિમના વીરા દેસાઈ રોડ પર સ્થિત આઝાદ નગર જાહેર ઉત્સવ સમિતિ દ્વારા સ્થાપવામાં આવનાર ગણપતિ બાપ્પાની ભવ્ય પ્રતિમા અનંત ચતુર્દશીને બદલે સંકષ્ટી ચતુર્થીના દિવસે વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે ગણેશોત્સવ કોવિડ –19 પ્રોટોકોલને અનુસરીને સાદગી સાથે ઉજવવામાં આવશે. આ મંડળ સૌપ્રથમ વર્ષ 1966માં સ્થાપવામાં આવ્યું હતું. ઓનલાઈન દર્શન કરવા માટે – http://www.andhericharaja.com/

ચિંચપોકલીચા ચિંતામણી, મુંબઈ

101 વર્ષ જૂની ચિંચપોક્લીચા રાજા ગણેશ ચતુર્થી 2021 પરેલની ઉજવણીનું આયોજન કરવામાં આવશે. જો કે આ તહેવાર સાદગી સાથે આયોજિત કરવામાં આવશે. આ મંડળ તેની ઓફિસમાં ચાંદીની મૂર્તિની પૂજા કરશે. ચિંચપોકલી, મુંબઈમાં સ્થિત સૌથી જૂના મંડળનું સૌથી સુંદર પંડાલ તેની ભવ્ય ડિઝાઇન અને સજાવટ માટે પ્રખ્યાત છે. તેની પ્રથમ સ્થાપના 1920માં થઈ હતી. ઓનલાઈન દર્શન કરવા માટે – Http: //mazachintamani.com/wp

શ્રી કસ્બા ગણપતિ, પુણે

પુણામાં આવેલ શ્રી કસ્બા ગણપતિને માનાચા પહિલા ગણપતિ અથવા તો સૌથી સમ્માનિત ગણપતિ પણ કહેવામાં આવે છે. આ મંડળ દ્વારા પહેલી વખત ગણપતિ બાપાની મૂર્તીની સ્થાપના 1893માં કરવામાં આવી હતી. ઓનલાઈન દર્શન કરવા માટે – http://http://www.kasbaganpati.org/

ખેતવાડી ચા રાજા, મુંબઈ

ખેતવાડી ચા રાજાની 1959માં સ્થાપના કરવામાં આવી હતી. ખેતવાડીના ગણપતિ બાપાની પ્રતિમાં મનમોહક અને આકર્ષક હોય છે. જ્યાં ગપણતિ બાપાનો શણગાર સોનાના સાચા ઘરેણા અને હીરાથી કરવામાં આવે છે. મંડળ આ વર્ષે જરૂરી પ્રતિબંધો અને નિયમોનું પાલન કરીને ગણેશોત્સવનું આયોજન કરી રહ્યા છે. ઓનલાઈન દર્શન કરવા માટે જુઓ – http://www.khetwadichaganraj.com/

BMCની નવી ગાઈડલાઈન

ગણપતિ પંડાલોમાં ગણેશ મૂર્તિ લેવા માટે એ જ લોકો જઈ શકશે જેમણે વેક્સિનના બંને ડોઝ લીધા હોય

બીએમસીએ ગણપતિની મૂર્તિને પંડાલોમાં લાવવા માટે શરતોની સાથે માત્ર 10 લોકોને જ પરવાનગી આપવામાં આવી છે.

સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની પ્રતિમાઓનું વિસર્જન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કરવામાં આવે અથવા તો તેને રદ્દ કરવામાં આવે.

ગણપતિ મંડળોને અપીલ કરવામાં આવી છે કે ભક્તો માટે ગણપતિના ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવે

બીએમસીએ લોકોને અપીલ કરી છે કે ભીડભાડ વાળા સ્થાનો ઉપર ન જાય અને એકબીજાથી અંતર રાખે.

બંધ ભવનોમાં ગણેશ પ્રતિમાઓના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવે અથવા તો ઘરમાં જ વિસર્જન કરવામાં આવે.

મુંબઈમાં 519 મંડળોને ગણેશોત્સવ માટે પંડાલ સ્થાપિત કરવાની પરવાનગી આપવામાં આવી છે.

બીએમસી અને પોલીસ તંત્ર દ્વારા કરેલા નિયમોનું કડકાઈથી પાલન કરવું જોઈએ.

બીએમસીના ઘરમાં સ્થાપિત કરવામાં આવેલા ગણપતિની મૂર્તિઓન ઉંચાઈ 2 ફુટ જ્યારે સાર્વજનિક મંડળો માટે 4 ફુટ નક્કી કરવામાં આવી છે.

નિયમોનું ઉલ્લંઘન કરનારા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *