લગ્નના 5 દિવસ થયા છે અને પત્નીનું બ્લીડિંગ રોકાતું જ નથી, શું કરવું જોઈએ?

GUJARAT

પ્રશ્ન : મારી વય 34 વર્ષની છે. મારા શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી ગયું છે. શું આ જોખમી છે? એક મહિલા (મહેસાણા)

ઉત્તર : ત્રીસી વટાવ્યાં બાદ સ્વાસ્થ્યને લગતી કેટલીક તકલીફો સામે આવે છે. 30 વર્ષની ઉંમર બાદ શરીરમાં યુરિક એસિડનું લેવલ એકાએક વધી જવાની શક્યતા પણ ઊભી થાય છે. જો તમારા શરીરમાં એક વાર પણ યુરિક એસિડનું પ્રમાણ વધી જાય તો તકલીફ આજીવન રહી શકે છે. જેના કારણે સંધિવા, સુગર, હાર્ટ તેમજ કિડનીના રોગો થવાનું જોખમ પણ વધે છે.

યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે દવાની સાથે સાથે કેટલીક વસ્તુઓ ખાવી જોઈએ. જો તમે વધેલા યુરિક એસિડથી પરેશાન છો તો તમારે દરરોજ સવારે નરણા કોઠે અજમાનું પાણી પીવું જોઈએ. તેમાં રહેલું ઓમેગા 3 ફેટી એસિડ્સ વધેલા યુરિક એસિડને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. વધેલા યુરિક એસિડને નિયંત્રણમાં લેવા અનાજ, સફરજન, નારંગી અને સ્ટ્રોબેરી જેવા ફાઇબરયુક્ત ખોરાકને તમારા આહારમાં સામેલ કરવો જોઈએ. ઘઉંના જવારા પણ યુરિક એસિડને કંટ્રોલમાં રાખવા મદદરૂપ થઇ શકે છે. તેમાં વિટામિન સી, ક્લોરોફિલ અને ફાઈટોકેમિકલ્સનું પ્રમાણ વધુ હોય છે. લીંબુના રસ સાથે બે ચમચી જવારાનો રસ ભેળવો અને સવારે એનું સેવન કરો.

પ્રશ્ન : અમારાં લગ્ન થયાં ત્યારે અમે બે વર્ષ બાળક ન થાય તે માટે પ્લાનિંગ કર્યું હતું. હવે મારાં સાસુ-સસરા ઇચ્છે છે કે અમારે સંતાન હોવું જોઇએ. અમે બંને અનેક પ્રયત્ન કરીએ છીએ, પણ મારી પત્નીને ગર્ભ રહેતો નથી. અમારે શું કરવું? એક યુવક (વડોદરા)

ઉત્તર : તમારા લગ્ન થયા ત્યારે બાળક ન થાય તે માટે તમે બંનેએ પ્લાનિંગ કર્યું હતું, તો એ સમયે કોઇ ગાયનેકોલોજિસ્ટ કે ડોક્ટરની સલાહ લીધી હોય તો એમને પૂછી જુઓ. તમે બંનેએ તમારી રીતે જ સાવધાની રાખીને સંતાન ન થવા માટે પ્રયત્નો કર્યા હોય તો પછી હવે તમારાં પત્ની ગર્ભધારણ કરે એ માટે તમારાં પત્નીને કોઇ સારા ગાયનેકોલોજિસ્ટને બતાવો. તે સાથે જરૂરી જણાય તો તમે પણ કોઇ સેક્સોલોજિસ્ટને બતાવી જુઓ. તમને બંનેને જે તબીબી સલાહ આપવામાં આવે તે મુજબ દવા કે ઉપચાર કરવાથી તમારાં પત્ની ચોક્કસ ગર્ભધારણ કરી શકશે.

ફર્ટિલિટી ફૂડ ખાવાથી પણ ગર્ભ રહેવામાં મદદ મળતી હોય છે. જો તમારે જલદી ગર્ભવતી થવું હોય તો તમારા આહારમાં તાજાં ફળો સામેલ કરો. આહારમાં બ્રાઉન રાઈસ, ઘઉંની બ્રેડ, ચણા, મગફળી આખું ધાન્ય અને ફ્લેક્સ સીડનો સમાવેશ કરો. લીલા પાંદડાવાળા શાકભાજીનો ભરપૂર ઉપયોગ કરો. પાલક એવી મહિલાઓ માટે ખૂબ ઉપયોગી છે જે જલદીથી ગર્ભવતી બનવા માગે છે. આ શાકભાજીઓમાં એન્ટિઓક્સિડન્ટ આર્યન અને ફોલિક એસિડ ભરપૂર પ્રમાણમાં હોવાથી એ પ્રજનન અંગોને મજબૂત બનાવે છે. ફોલિક એસિડવાળો આહાર પ્રેગનન્ટ બનવામાં મદદ કરે છે.

સવાલઃ મારા લગ્નને હજુ માત્ર 5 જ દિવસ થયા છે અને મારી પત્નીનું બ્લિડીંગ રોકાવાનું નામ જ નથી લેતું. તેને રોકવા માટે અમારે શું કરવું જોઈએ?

જવાબઃ નવી પરિણીત યુવતીને પહેલીવાર ઈન્ટરકોર્સ કર્યા પછી બ્લિડીંગ થતું જ હોય છે. કેટલાક દિવસોમાં આ બ્લિડીંગ રોકાઈ જાય છે પરંતુ અનેક કિસ્સાઓમાં આ બ્લિડીંગ લાંબા સમય સુધી ચાલુ રહે છે.જો 5 દિવસ પછી પણ પત્નીનું બ્લિડીંગ રોકાવાનું નામ ન લેતું હોય તો તમારે જરાપણ મોડું કર્યા વગર પોતાના ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published.