લગ્ન પહેલા મેળવાય છે કુંડળી, જાણો છો 36 ગુણના નામ!

DHARMIK

લગ્ન સમયે 36 ગુણ મળવાની વાત આપણે સૌએ સાંભળી છે. હિંદુ ધર્મમાં વર અને વધૂની કુંડળી મેળવવામાં આવે છે. બંને પક્ષના ગુણના આધારે વિવાહ નક્કી કરાય છે. સરળ શબ્દોમાં કહીએ તો 36 ગુણનો અને લગ્નનો ખાસ સંબંધ છે.

હિંદુ ધર્મમાં કુંડળી મેળવવી જરૂરી

યુવક અને યુવતી બંનેના વિવાહ જીવન સુખી અને શાંતિપૂર્વક રીતે વીતે તે માટે જરૂરી હોય છે. જ્યોતિષમાં વિવાહના મિલાન માટે 36 ગુણને વિષે કહેવામાં આવ્યું છે. પરંતુ ઓછામાં ઓછા 18 ગુણ જરૂરી હોય છે. 18થી ઓછા ગુણ હોય તો લગ્ન થઈ શકતા નથી.
કયા હોય છે આ 36 ગુણ

લગ્ન સમયે કુંડળીના મેળમાં અષ્ટકૂટ ગુણ જોવા મળે છે. જેમાં નાડીના 8 ગુણ, ભકૂટના 7 ગુણ, ગણ મિત્રતાના 6 ગુણ, ગ્રહ મિત્રતાના 5 ગુણ, યોનિ મિત્રતાના 4 ગુણ, નક્ષત્રના 3 ગુણ, વશ્યના 2 ગુણ અને વર્ણના 1 ગુણનો મેળ થાય છે. આ રીતે કુલ 36 ગુણો છે. લગ્ન પછી વર-કન્યાએ એકબીજા સાથે મૈત્રીપૂર્ણ રહેવું, સંતાન પ્રાપ્તિ, સુખ-સંપત્તિ, ધનમાં વૃદ્ધિ, લાંબુ આયુષ્ય, આના કારણે જ બંને પક્ષના 36 ગુણો મેળ ખાય છે. મુહૂર્તચિંતામણિ ગ્રંથમાં અષ્ટકૂટમાં વર્ણ, વશ્ય, તારા, યોની, ગ્રહોની મિત્રતા, ગણ, ભકૂટ અને નાડીનો સમાવેશ થાય છે.

આટલા ગુણોનું મળવું જરૂરી

વિવાહ માટે વર અને વધૂના ઓછામાં ઓછા 18 ગુણનું મળવું સારુ માનવામાં આવે છે. કુલ 36 ગુણમાંથી 18માંથી 21 ગુણ મળે તો સારી જોડી માનવામાં આવે છે. તેનાથી વધારે ગુણ મળે તો શુભ વિવાહ મેળાપ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી રામ અને સીતાના 36 ગુણ મળ્યા હતા. 17 ગુણ હોય તો પણ વિવાહ શુભ માનવામાં આવતા નથી.

કુડળી મેળાપમાં ધ્યાન આપવું જરૂરી

જો કોઈની કુંડળીમાં માંગલિક દોષ છે કે તે માંગલિક છે તો તેનો વિવાહ માંગલિક કુંડળીવાળા વ્યક્તિ સાથે કરાવવો. સામાન્ય વ્યક્તિ સાથે તેનો વિવાહ ન કરાવવો જોઈએ. જો વિવાહ થાય છે તો તેમના જીવનને માટે તે સારું માનવામાં આવતું નથી.

Leave a Reply

Your email address will not be published.