લગ્નમાં દહેજ ઓછું મળ્યુ તો દારૂ પાર્ટીમાં પતિએ પત્નીને મિત્રોને સોંપી દીધી, પછી …

nation

યુપીના કન્નૌજ જિલ્લામાં પતિ -પત્નીના સંબંધોની એક શરમજનક ઘટના સામે આવી છે. જ્યારે નશામાં ધૂત પતિએ અમાનવીયતાની હદ વટાવી દીધી. ઘરે દારૂની મહેફિલ બાદ પત્નીને મિત્રોને સોંપી. મિત્રોએ અશ્લીલ વર્તન અને બળજબરી કરી,

પછી પરેશાન પત્નીએ કોઈક રીતે ભાઈઓને ફોન કરીને જાણ કરી. જ્યારે પરિવાર પુત્રીના ઘરે પહોંચ્યો ત્યારે તેમને પણ માર મારવામાં આવ્યો હતો. કોઈક રીતે દીકરીને તેઓ ઘરે લઇ આવ્યા. જે બાદ સગાઓએ જમાઈ સહિત ત્રણ સામે કેસ દાખલ કર્યો છે. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરીને પતિ અને દારૂની પાર્ટીમાં સામેલ તેના મિત્રોની શોધખોળ શરૂ કરી છે.

આ કેસ સદર કોતવાલી વિસ્તારના એક ગામનો છે. પીડિત મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, તેનો પતિ દરરોજ દારૂ પીધા બાદ તેને માર મારતો હતો. તે ઓછું દહેજ મેળવવા માટે ટોણો મારતો હતો છે. શુક્રવારે સાંજે તેણે તેના મિત્રો અક્ષય, નંદન અને નીરજને ઘરે બોલાવ્યા અને દારૂ પાર્ટી કરી હતી.

આ પછી તેણે પત્નીને મિત્રોને સોંપી દીધી. મહિલાના કહેવા મુજબ, પતિના મિત્રોએ તેની સાથે અભદ્ર વર્તન કરતા તેની સાથે અભદ્ર કૃત્યો પણ કર્યા હતા. જેમતેમ આ બધાથી બચીને તેણે આ બાબતે પોતાના ભાઈઓને જાણ કરી.

આરોપીઓએ તેને માર પણ માર્યો હતો. કોઈક રીતે પકડમાંથી મુક્ત થઈ, તે શનિવારે સાંજે પોલીસ અધિક્ષક પ્રશાંત વર્માને મળી અને તેમને આ ઘટનાથી વાકેફ કર્યા. આ કેસમાં કન્નૌજના એસપી પ્રશાંત વર્માએ સદર કોતવાલીમાં કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. પોલીસે નોંધાયેલા કેસની તપાસ શરૂ કરી છે અને એસપી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. પોલીસ પણ પતિ અને તેના મિત્રોની શોધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *