જક્કાસ નામ જ્યારે પણ સંભળાય એટલે બધાને અનિલ કપૂર યાદ આવે. મુંબઈમા 24 ડિસેમ્બર, 1954ના રોજ અનિલ કપૂરનો જન્મ થયો હતો. તેમના પિતાજી સુરેન્દ્ર કપૂર પહેલાં અભિનેત્રી અને ગાયિકા ગીતાબાલીના સેક્રેટરી હતા. ત્યારબાદ તેમને પોતાની ફિલ્મો બનાવવાની શરૂઆત કરી. તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ ચેંબૂરની એક ચાલમાં રહેતા હતા. અનિલ કપૂરનું બાળપણ પણ અત્યંત સામાન્ય હતુ. જો તેમની ફિટનેસની વાત કરવામાં આવે તો અનિલ કપૂર દિવસે ને દિવસે જવાન દેખાતો જાય છે. અનિલ કપૂર ઉપર ઉંમરની કોઈ અસર દેખાતી નથી.
આર્થિક તંગીના કારણે અનિલ કપૂર ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી શક્ય ન હતો. આર્થિક પરિસ્થિતી નબળી હોવાને કારણે તેને ખુબ જ હાલાકીનો વેઠવાનો પણ વારો આવ્યો હતો. અનિલ કપૂર 1983માં પ્રદર્શિત તેમની હોમ પ્રોડકશન ફિલ્મ ‘વો સાત દિન’ થી તેમના કરિયરની શરૂઆત કરી હતી. અનિલ કપૂરને બે ભાઈ અને એક બહેન છે. મોટા ભાઈ બોની કપૂર અને નાનો ભાઈ સંજય કપૂર. તેમની બહેનનું નામ રીના કપૂર છે. અનિલ કપૂરે ખુદ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, તેની પાસે પૈસા ન્હોતા અને તે પત્ની પાસે પૈસા માગતો. એક વખત મારી પાસે પૈસા ન્હોતા અને ડેટ પર જવાનું થયું. તો સુનીતાના પૈસાથી અમે ડેટ પર ગયા હતા.
View this post on Instagram
અનિલ કપૂરની પત્નીનું નામ સુનિતા છે. અનિલ કપૂરને ત્રણ બાળકો છે. જેમાં બે છોકરી અને એક છોકરો છે. છોકરી સોનમ કપૂર અને રિયા કપૂર તેમજ છોકરાનું નામ હર્ષવર્ધન. અનિલ કપૂરની 1987માં આવેલી શ્રીદેવી સાથેની ફિલ્મ ‘મિ. ઈન્ડિયા’ એ તેના માટે એક નવી ટોચ પર લઈ જતો રસ્તો હતો. ત્યારબાદ તેમની ફિલ્મો ફ્લોપ જવા લાગી હતી.
ત્યારબાદ ‘રામ લખન’ અને ‘પરિંદા’ જેવી ફિલ્મોએ તેને ફરી એકવાર સફળતા તરફ દોરી ગઈ. આ ફિલ્મ સિવાય અનિલ કપૂર ને ‘મિ. ઈન્ડિયા’, ‘તેજાબ’ અને ‘બેટા’ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો છે. ત્યારબાદ અનિલ કપૂર ઘણા એવા ડાઈલોગ અને હિટ સોન્ગથી પણ ફેમસ થયો છે. જેમાં અનિલ કપૂરનો ‘જક્કાસ’ ડાયલોગ તો લોકોના ખુનમાં ભળી ગયો છે. આ ઉપરાંત તેમનું એક સોંગ ‘માઈ નેમ ઇસ લખન’ પણ હજુ ખુબ જ પ્રખ્યાત છે.