કુંડળીથી નક્કી થાય તમારો લાઈફ પાર્ટનર કેવો હશે, જાણો શું છે કનેક્શન

DHARMIK

દરેક વ્યક્તિ ઇચ્છે કે તેનો લાઈફ પાર્ટનર સમજદાર, કુશળ, સુંદર તેમજ સારા સ્વભાવનો હોય. કોઈ પણ સંબંધમાં જ્યારે લડાઈ તકરાર હોય ત્યારે તે સંબંધ વધારે ટકી નથી શકતો. ક્યારેક આપણે જોઈને કહીએ છીએ કે કાગડો દહીં થરૂ લઈ ગયો તો ક્યારેક આપણે કહીએ છીએ કે વાંદરો સફરજન લઈ ગયો આ તો થઈ કજોડાની વાત પણ જો પરફેક્ટ કપલ હોય તો જીવન ખુબજ સરળ બની જાય છે. આ તમામ પાછળ વ્યક્તિની કુંડળી પણ મહત્વનો ભાગ ભજવે છે.

પુરૂષની કુંડળીમાં જો સપ્તમ ભાવમાં શુક્ર હોય અને સાથે સાથે બ્રહસ્પતિ હોય તો તેવી કુંડળીમાં જાતકનો સ્વભાવ જાણી શકાય છે કે તેને કેવી પત્ની મળશે. રાશિના આધારે પણ ઘણુ બધુ જાણી શકાય છે. તો આઓ જાણીએ કે કેવી રીતે કુંડળી નક્કી કરે છે કે તમારો પાર્ટનર કેવો હશે?

ક્યારે હોય છે ઘરવાળી સાધારણ

જો પુરૂષની કુંડળીમાં મંગળ કે સૂર્ય હોય તો પત્ની સાધારણ સ્વભાવની મળે છે. જો પુરૂષની રાશિ વૃષભ, કન્યા, મકર, મિથુન, તુલા અને કુંભ હોય તો પત્ની સાધારણ સ્વભાવની મળે છે.

ક્યારે મળે છે ગૃહસ્થ પત્ની

શનિ કે ચંદ્રમાં કુંડળીમાં હોય તો તેમની પત્ની ગૃહસ્થ હોય છે. કર્ક, વૃશ્ચિક, મીન, મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકોની પત્ની ગૃહસ્થ હોય છે. જો પુરૂષોની આંગળીઓ લાંબી અને પાતળી હોય તો તેમની પત્ની ગૃહસ્થ હોય તેવી શક્યતા વધારે હોય છે.

નોકરી કે વેપાર કરતી પત્ની

જે જાતકની કુંડળીમાં બ્રહસ્પતિ, બુધ અને મંગળ વર્ચસ્વ ધરાવતા હોય તેમને કામ કરતી પત્ની મળે છે. જે પુરૂષોના હાથમાં બ્રહસ્પતિ પર્વત પર જાળાઓ હોય તેવી વ્યક્તિની પત્ની આર્થિક સદ્ધર હોય છે.

ક્યારે મળે શાંત સ્વભાવની પત્ની

પુરૂષની કુંડળીમાં શુક્ર અને ચંદ્રમા મજબુત હોય તો પત્ની શાંત સ્વભાવની હોય છે. સામાન્ય રીતે વૃષભ, કન્યા, મકર રાશિ વાળા જાતકની પત્નીઓ શાંત સ્વભાવની હોય છે. જે પુરૂષોની હથેળી સાફ હોય રેખાઓ પર કોઈ જાળા હોતા નથી તેમની પત્ની શાંત સ્વભાવની હોય છે. સુંદર અંગુઠાવાળા પુરૂષોની પત્નીઓ સ્વભાવે શાંત હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *