કુંડળી કે હાથની રેખાઓ જોયા વીના જાણો શનિ ગ્રહની સ્થિતિ

Uncategorized

દરેક ગ્રહની પોતાની એક ખાસ વિશેષતા હોય છે. તેના સારા અને ખરાબ લક્ષણો હોય છે, જે વ્યક્તિ ઉપર સ્પષ્ટ પણે જોઈ શકાય છે. આ લક્ષણોને સમજીને આપણે તે વ્યક્તિના ગ્રહોને જાણીકે સમજી શકીએ છીએ. આના માટે વ્યક્તિના સ્વભાવ અને આદતો પર ધ્યાન આપવું જોઈએ. શનિના લક્ષણો ખુબજ સ્પષ્ટ હોય છે. જેને સરળતાથી ઓળખી શકાય છે.

કેવી રીતે જાણશો કે શનિ અશુભ છે?

વ્યક્તિ કઠોર વાણી અને સ્વભાવનો હોય છે. આવી વ્યક્તિના વાળ બરછટ હોય છે. આવી વ્યક્તિ લાપરવાહ અને કામચોર સ્વભાવનો હોય છે, કામ ટાળી દે છે. સામાન્ય રીતે મોટી ઘટનાઓ પછી જીવનમાં પરિવર્તન આવે છે. જીવનમાં નિમ્ન કર્મ ખોટા રસ્તા પર ચાલવા પ્રેરાય છે. ડગલેને પગલે સંઘર્ષ કરવાનો આવે છે. એક સ્થિતિ એવી આવે છે કે તેને એકાંત અને એકાંકી પણુ સતાવવા લાગે છે.

કેવી રીતે જાણી શકાય કે શનિ આપણા માટે શુભ છે?

આ જાતક લાંબો અને દૂબળો પાતળો હોય છે. અનુશાસન અને કામમાં ધગશ હોય છે. ખુબજ પરિશ્રમથી આગળ વધે છે. જીવનના મધ્યભાગમાં આગળ વધે છે. આધ્યાત્મ સાથે જોડાયેલ રહે છે. મોડે મોડેથી પણ ખુબજ ધનની પ્રાપ્તિ કરે છે. આવકમા સતત વૃદ્ધિ થાય છે.

આ ઉપાય અજમાવી જુઓ

જો કોઈ કારણ ન હોય અને લાગ્યા કરે, હાડકાઓમાં દર્દ થવા લાગે. વાળ વધારે પડતા ખરવા લાગે. આવા જાતકે આહાર વ્યવહાર શુદ્ધ કરવા. ભગવાન શિવજી અને કૃષ્ણની પૂજા કરવી જોઈએ. મોડી રાત્રી સુધી જાગવું નહી કે મોડે સુધી સુતુ રહેવુ નહી. હળવા નીલા રંગના વસ્ત્રો ઘારણ કરવા. સંધ્યાકાળે શનિ મંત્રનો જાપ કરો.

Leave a Reply

Your email address will not be published.