કુંડળીમાં આ સ્થાને હોય ન્યાયના દેવતા શનિ મહારાજ, એક પછી એક મુશ્કેલી આજીવન રહે

DHARMIK

કુંડળીમાં શનિની દશા ત્રણ વાત પર નિર્ભર કરે છે. પહેલી શનિ તમારી કુંડળીમાં શુભકારક ફળ આપનાર ગ્રહ છે તેના કારણે તમારા દરેક કાર્ય સંપન્ન થાય છે. બીજુ શનિ તમારી કુંડળીમાં ક્યા ભાવમાં છે તેના પર આધાર રહેલ છે. ત્રીજુ શનિ તમારી કુંડળીમાં મજબુત છે કે નબળો છે તેના પર આધાર હોય છે. જો કુંડળીમાં શનિ મજબુત હોય તો શનિની મહાદશામાં પણ કાર્ય સિદ્ધ થાય છે. જો કુંડળીમાં શનિ નબળો છે તો મધ્યમ કે ખરાબ પરીણામ આપશે.

ભારતીય જ્યોતિષ શાસ્ત્રો મુજબ ન્યાયના દેવ શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. જે દરેકના મનમાં ચિંતા કરાવે છે કે તેમના જીવન પર શનિ પર પોતાની કેવી અસર છોડશે. તમારી કુંડળીના જે સ્થાન કે ભાવ અથવા ઘરમાં શનિ હોય છે તેના આધારે જીવન પર તેની અસર અંગે કયાસ લગાવવામાં આવે છે. શનિ તમારા આખા જીવનની સ્થિતિને નિર્ધારિત કરે છે. સુખ, દુ: ખ વગેરે બધું નક્કી છે.

શનિ શુભ ભાવમાં કેન્દ્ર ત્રિકોણ લાભ સ્થાને હોય ઉચ્ચ રાશિમાં હોય તો શનિની દશા સારા પરીણામ આપે છે. પણ જો છઠ્ઠા, આઠમા, બારમા ભાવમાં હોય તો સૂર્યથી અસ્ત હોય તો અથવા નીચ રાશિ હોય તો શનીની દશા જીવનમાં સંઘર્ષ વધારે છે. સામાન્ય રીતે વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ લગ્નવાળા માટે શનિની દશા શુભ ફળ આપે છે જ્યારે મેષ, વૃશ્ચિક માટે મધ્યમ અને કર્ક, સિંહ અને ધન તેમજ મકર લગ્ન માટે શનિની દશા સંઘર્ષ વધારે છે.

જીવનમા સંઘર્ષ વધેતો કરો આ ઉપાય
ॐ શમ શનૈશ્ચાય નમ:ની નિયમિત એક માળા કરો. શનિવારે સાંજે પીપળાના વૃક્ષ પાસે સરસોના તેલનો દીપક પ્રગટાવો. ગરીબ, વૃદ્ધ અને વિકલાંગ લોકોની સેવા કરો. જ્યોતિષશાસ્ત્ર મુજબ જેમની જન્મકુંડળીમા શનિ મહારાજ પહેલા, સાતમા અથવા દસમાં ઘરમાં પોતાની રાશિ મકર કે કુંભમાં વિરાજમાન હોય છે તેમની કુંડળીમાં પંચ મહાપુરૂષ યોગમાં સામેલ એક શુભ યોગ બને છે.

આ સિવાય જો શનિ કોઈની કુંડળીના ચોથા ઘરમાં અથવા ભાવમાં હોય તો આવા લોકો નાનપણથી જ રોગી હોય છે. કુંડળીના આ ભાવને સુખનો ભાવ માનવામાં આવે છે, જો શનિ આ ભાવમાં સ્થિત હોય તો તે જાતકના જીવનમાંથી સુખનો નાશ કરે છે. ઘણી વખત આવા લોકો પોતાનું મકાન બનાવવામાં અસમર્થ હોય છે અને ઘરની જવાબદારીઓ પણ યોગ્ય રીતે નિભાવતા નથી.આવા જાતકોના જીવનમાં હંમેશા મુશ્કેલીઓ આવતી રહે છે.

Leave a Reply

Your email address will not be published.