કોરોના કાળમાં જેની સૌથી વધુ તંગી પડી રહી છે એ મેડિકલ ઑક્સિજન છે શું? જાણો કઈ રીતે બને છે

nation

દેશમાં કોરોના સંક્રમણ ભયકંર રીતે વધી રહ્યું છે. કોરોના સંક્રમિતોની સંખ્યા એટલી વધી ગઈ છે કે સારવાર, જરૂરી દવાઓ અને ઑક્સિજન સિલેન્ડર ના મળવાના સમાચાર સામે આવી રહ્યા છે. મેડિકલ ઑક્સિજન ગેસની વાત કરીએ તો તે અન્ય ગેસોથી અલગ છે. નિષ્ણાતો જણાવે છે કે હવામાં રહેલા ઑક્સિજનને ફિલ્ટરની એક પ્રક્રિયા દ્વારા મેડિકલ ઑક્સિજન તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ક્રાયોજેનિક ડિસ્ટિલેશન પ્રોસેસ કહેવામાં આવે છે.

ત્યારબાદ અનેક તબક્કામાં હવાને કમ્પ્રેશન દ્વારા મૉલીક્યૂલર એડજૉર્બરથી ટ્રીટ કરે છે. આનાથી હવામાં રહેલા પાણીના કણ, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન અલગ થાય છે. ત્યારબાદ કમ્પ્રેસ્ડ હવા ડિસ્ટિલેશન કૉલમમાં આવે છે. અહીં તેને Plate fin Heat Exhanger & Expansion Turbine પ્રક્રિયાથી ઠંડું કરે છે. ત્યારબાદ 185 ડિગ્રી સેન્ટીગ્રેટ પર આને ગરમ કરીને ડિસ્ટિલ્ડ કરવામાં આવે છે. ડિસ્ટિલ્ડ પ્રક્રિયા કંઇક એ રીતે હોય છે કે પહેલા પાણીને ઉકાળવામાં આવે છે અને તેના વરાળને કંડેંસ કરીને ભેગી કરે છે. ત્યારબાદ અલગ અલગ સ્ટેજમાં આનું પુનરાવર્તન કરવામાં આવે છે અને તેની વરાળને ભેગી કરે છે.

ત્યારબાદ અલગ અલગ સ્ટેજમાં આનું પુનરાવર્તન કરવામાં આવે છે જેનાથી ખતરનાક નાઇટ્રોજન, ઑક્સિજન અને ઑર્ગન ગેસ બિલકુલ નથી રહેતી. ત્યારબાદ લિક્વિડ ઑક્સિજન અને ગેસ ઑક્સિજન મળે છે. આ સંપૂર્ણ પ્રક્રિયાથી તૈયાર ઑક્સિજનને સિલેન્ડરમાં ભરીને કંપનીઓ માર્કેટમાં ઉતારે છે. આ ઑક્સિજનનો ઉપયોગ ખાસ કરીને શ્વાસના દર્દીઓ માટે કરવામાં આવે છે. ઑપરેશન વગેરે પ્રક્રિયામાં પણ આનો ઉપયોગ થાય છે. કોરોનાકાળમાં આનો ઉપયોગ અનેક ઘણો વધી ચુક્યો છે. આ ઉપરાંત સ્ટીલ, પેટ્રોલિયમ વગેરે ઉદ્યોગોમાં પણ આનો ઉપયોગ થાય છે.

અત્યારે સરકારે કોરોનાકાળમાં હૉસ્પિટલોમાં ભરતી દર્દીઓને ઑક્સિજન સપ્લાયની જરૂરિયાતને જોતા તમામ ઉદ્યોગોને ઑક્સિજન સિલેન્ડરની સપ્લાય પર રોક લગાવી દીધી છે. આ મુશ્કેલ સમયમાં ટાટા સ્ટીલ 200-300 ટન લિક્વિડ મેડિકલ ઑક્સિજન દરરોજ હૉસ્પિટલો અને રાજ્ય સરકારોને મોકલી રહી છે. તો જિંદલ સ્ટી તરફથી મહારાષ્ટ્રમાં 185 ટન ઑક્સિજન સપ્લાય થઈ રહ્યો છે. આજ રીતે સેલ અને રિલાયન્સ જેવી કંપનીઓ પણ ઑક્સિજનનો સપ્લાય કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.