કોણ છે પુતિનની ગર્લફ્રેન્ડ? અબજો રૂપિયાની સંપત્તિને લઇ ચર્ચામાં

WORLD

પેંડોરા પેપર્સ લીક કેસમાં કેટલાંય દેશોના નેતાઓ, ઓફિસરો, અને પ્રખ્યાત હસતીઓના નામ સામે આવ્યા છે. જેમાં તેમના ‘નાણાંકીય રહસ્યો’ને ઉજાગર કરવાનો દાવો કરાયો છે. આ પેપર્સમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નામ પણ સામે આવ્યું છે. આરોપ છે કે પુતિનના સહયોગીઓએ મોટી સંખ્યામાં નાણાં એકત્રિત કરવાનું અને નાણાંકીય લેવડ-દેવડ કરવા માટે ટેક્સ હેવનમાં ખાતાનો ઉપયોગ કરાયો.

‘ડેલી મેલ’ રિપોર્ટના મતે પેંડોરા પેપર્સ દાવો કરે છે કે પુતિનના સહયોગી ગુપ્ત સંપત્તિ બનાવામાં લાગ્યા હતા. તેમની કથિત ગર્લફ્રેન્ડની માલિક ધરાવતી એક કંપનીએ 30 કરોડનું એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. 2003માં એક 28 વર્ષની મહિલા Svetlana Krivonogikh તેની અસલી માલકિન હતી.

પેંડોરા પેપર્સમાં પુતિનની Monacoમાં આવેલી ગુપ્ત સંપત્તિનો પણ ઉલ્લેખ છે. તેમની કથિત રીતે વિદેશમાં આવેલી એક કંપની અંગે પણ ખુલાસો કરાયો અને દાવો કરાયો કે તેની માલિકી તેમની ગર્લફ્રેન્ડ પાસે છે.

એમ પણ કહેવાયું છે કે પુતિન સાથે મિત્રતા બાદ મહિલાએ સેન્ટ પીટર્સબર્ગમાં એક ફ્લેટ, મોસ્કોમાં કેટલીય સંપત્તિઓ અને એક ક્રૂઝ ખરીદ્યું છે. તેની કુલ કિંમત 100 મિલિયન ડોલરથી વધુ છે. દાવો કરાઇ રહ્યો છે કે પુતિનના સંપર્કમાં આવ્યા બાદ આ મહિલાના દિવસો બદલાઇ ગયા. જો કે આ મુદ્દા પર ક્રેમલિને ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે આની પહેલાં પનામા પેપર લીકે દુનિયામાં તહેલકા મચાવી દીધો હતો. પનામા પેપરમાં મોટી-મોટી હસતીઓની ‘ટેક્સ ચોરી’ની સચ્ચાઇ સામે આવી હતી. હવે પેંડોરા પેપરે ખુલાસો કર્યો છે કે દુનિયાના શક્તિશાળી અને ધનિક લોકો નાણાંકીય અનિયમિતતા દ્વારા મોટી સંખ્યામાં નાણાં જમા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *