કોઇન સંગ્રહ કરવાના શોખે મૂળ જામનગરના યુવાને 25થી વધુ ભાષા શીખવી, 50 હજારથી વધુના સિક્કાનો સંગ્રહ

GUJARAT

વસ્તુનો સંગ્રહ કરવાના અનોખા શોખને કારણે સુરતના કતારગામ દરવાજા ખાતે રહેતા ભાવેશ બુસાએ અભ્યાસ તો 12 સુધીનો જ કર્યો છે, પરંતુ તેના લીધે અલગ અલગ 25થી વધુ ભાષા શીખ્યા છે. તે માટેનું કારણ એવું છે કે કોઇન સંગ્રહ કરવાનો શોખ 11 વર્ષથી જ લાગ્યો હતો. પરંતુ અલગ અલગ કોઇન પર અલગ અલગ ભાષા લખેલી હોવાથી સૌથી પહેલા તે શીખવું જરૂરી લાગતા કોઇન સંગ્રહ કરવાની સાથે સાથે તે ભાષાનું પણ જ્ઞાન લેતા ગયા. તેના પરિણામ સ્વરૂપે અત્યાર સુધીમાં 50 હજારથી વધુ કોઇન સંગ્રહ કરવાની સાથે ૨૫થી વધુ ભાષાની જાણકારી પણ મેળવી છે.

મૂળ જામનગરના અને કતારગામ દરવાજા પાસે રહેતા ભાવેશ બુસાએ જણાવ્યું હતું કે, ધોરણ પાંચમા અભ્યાસ કરતો હતો ત્યારે ચંદ્રગુપ્ત મોર્યથી માંડીને અલગ અલગ રાજા મહારાજા વિશે અભ્યાસમાં આવતું હતું. તે વખતે જ તેઓના વપરાશમાં આવતા ચલણનો સંગ્રહ કરવાનો શોખ લાગ્યો હતો. સમય જતા સિક્કા એકત્ર કરવાનું નક્કી કર્યુ હતું.

તેમાં ચંદ્રગુપ્ત મોર્યના શાસનમાં વપરાતા આહત મુદ્રાથી માંડીને ગોલ્ડ, સિલ્વર, કોપર, લીડ, ધાતુ, એલ્યુમિનિયમ, ચાઇનાના બામ્બુ, બુલેટ કોઇન, ડોલ્ફિન કોઇન જેવા અલગ અલગ 50 હજારથી વધુ સિક્કાનું કલેકશન હાલમાં તેઓ પાસે છે. જોકે સિક્કા પર અલગ અલગ ભાષા લખેલી હોવાથી તે શું કહેવા માંગે છે તેની જાણકારી માટે ભાષા શીખવાનું નક્કી કર્યુ હતું. તેના લીધે આજે 25થી વધુ ભાષાની જાણકારી પણ મેળવી છે.

કામરેજમાં કોઇન કલેક્શનનું મ્યૂઝિયમ બનાવવાની તજવીજ

50 હજારથી વધુના કોઇનનું કલેકશન કર્યા બાદ તેઓ પાસે કેવા પ્રકારની સિક્કા છે. તેમજ તેનું ચલણ કયારે હતું. જ્યારે તે સિક્કા શેમાંથી બનાવવામાં આવ્યા છે તેવી તમામ જાણકારી લોકોને સરળતાથી મળી રહે તે માટે કામરેજમાં સિક્કા માટેનું મ્યૂઝીયમ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં તેનું કામ પૂરું થયા બાદ લોકોને તેનો લાભ મળી રહેવાનો હોવાની પણ વાત ભાવેશે કરી છે.

Leave a Reply

Your email address will not be published.