સનકી કિમ જોંગે દુનિયાની ચિંતા વધારી, ખાવાના ફાંફાને વધુ એક મિસાઇલ પરીક્ષણ કરી અમેરિકાને ‘ચિડાવ્યું’

nation

ઉત્તર કોરિયાની આર્થિક સ્થિતિ બદથી બદતર છે. ખાવાના પણ ફાંફાં પડી રહ્યા છે તેમ છતાંય તેઓ મિસાઇલ પરીક્ષણ કરવામાંથી ‘ઉંચા’ આવી રહ્યા નથી. દુનિયા માટે ખતરો બની રહેલા ઉત્તર કોરિયાના સનકી સરમુખ્યાર કિમ જોંગ ઉને લાંબા અંતરની માર કરનાર ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ આ પરીક્ષણની માહિતી આપી છે. કહેવાય છે કે આ ક્રૂઝ મિસાઇલે અંદાજે 1500 કિલોમીટર દૂર પોતાના લક્ષ્યાંકનો સટીક પ્રહાર કર્યો. ઉત્તર કોરિયાએ આ મિસાઇલને વ્યૂહાત્મક હથિયાર ગણાવતા ખૂબ જ અગત્યનું ગણાવ્યું છે. બીજીબાજુ મિસાઇલ ટેસ્ટ બાદ ઉત્તર કોરિયા અને અમેરિકાની વચ્ચે તણાવ ખૂબ વધી ગયો છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયા ખાદ્ય સંકટથી ઝઝૂમી રહ્યું છે. ત્યાંના લોકોને ખાવામાં પણ મુશ્કેલ પડી રહી છે. તેમ છતાંય સરમુખત્યાર કિમ જોંગ મિસાઇલ પરીક્ષણ પર પૈસા ખર્ચ કરવામાં લાગ્યું છે. જૂનમાં આવેલા એક રિપોર્ટમાં દર્શાવાયું હતું કે દેશમાં ખાવા-પીવાની વસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે. એક કિલોગ્રામ કેળાના ભાવ રૂ.3300એ પહોંચી ગયા હતા.

ઉત્તર કોરિયાએ કહ્યું કે આ મિસાઇલ પરીક્ષણ દરમ્યાન સત્તારૂઢ વર્કર્સ પાર્ટીના નેતા હાજર છે. આ સિવાય ઉત્તર કોરિયાના રક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા અધિકારી અને વૈજ્ઞાનિક હાજર હતા. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ માહિતી આપી છે કે આ મિસાઇલનું પરીક્ષણ 11 અને 12 સપ્ટેમ્બરના રોજ કરાયું. તેમણે પોતાના રિપોર્ટમાં કહ્યું કે લાંબા અંતરનો માર કરનાર ક્રૂઝ મિસાઇલે 7580 સેકન્ડ ઉડાન ભરીને 1500 કિલોમીટર દૂર પોતાનું લક્ષય સટીક ભેદયું.

ઉત્તર કોરિયાએ આ મિસાઇલ પરીક્ષણ એવા સમયે કર્યું છે જ્યારે 16 થી 26 ઑગસ્ટ સુધી દક્ષિણ કોરિયા અને અમેરિકાએ યુદ્ધાભ્યાસ કર્યો છે. આ યુદ્ધાભ્યાસ દરમ્યાન ઉત્તર કોરિયા ભડક્યા હતા અને તેણે વોશિંગ્ટન તથા સોલ પર વિસ્તારની સુરક્ષાને તાક પર રાખવાનો આરોપ મૂકયો હતો. તાનાશાહ કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે અમેરિકા અને દક્ષિણ કોરિયાને ચેતવણી આપી દીધી હતી. આની પહેલાં અમેરિકાના સૈન્ય ગ્લેન વાનહેર્કે પત્રકારોને કહ્યું હતું કે અમેરિકા ઉત્તર કોરિયાની તરફથી પ્રહાર કરનાર કોઇપણ મિસાઇલનો જવાબ આપવા માટે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published.