ખુબજ સ્વાદિષ્ટ અને ફટાફટ તૈયાર થતાં પુડલા, નોધી લો રીત

kitchen tips

વરસાદની સીઝનમાં ગરમા ગરમ ખાવાની મજાજ કંઇક ઓર હોય છે. વરસાદમાં ભીંજાયા બાદ ચણાના લોટના બનાવેલા પુડલા ખાવા મળી જાય તો તો પછી વાત જ શું કરવી. આજે અમે ખાસ તમારા માટે લાવ્યા છીએ પુડલા બનાવવાની રીત જે બનાવવા ખુબજ સરળ છે તેમજ આ પુડલામાં તમે તમારી ઇચ્છા અનુસાર સામગ્રી ભેળવી તેમાં વિવિધતા લાવી શકો છો. નાના મોટો સૌ કોઈને પુડલાં તો ખુબજ ભાવે જ તેમાં શંકાને કોઈ સ્થાન જ નથી.

પુડલા બનાવવા જોશે સામગ્રી


પુડલા બનાવવાની રીત

ચણાના લોટમાં પાણી નાખી મીઠું, અજમો અને હળદર નાખવા, હવે તેમાં થોડું થોડું પાણી નાખતા જાવ અને લોટના ગઠ્ઠા ના રહે તેમ હલાવતા જઈને બહુ ઘટ્ટ પણ નહી અને બહુ પાતળું પણ નહી એવું ખીરું તૈયાર કરો.. પુડલા માટે ખીરુ બનાવો. હવે તેમા મેથી કે કોથમીર ઝીણી સમારીને નાખો. આદુ-મરચા-લસણની પેસ્ટ નાખીને હલાવો.

ગેસ પર નોન-સ્‍ટીક તવાને ગરમ કરી તેમાં એક ચમચી તેલ લગાવી ખીરૂ રેડી પુડલા બનાવો. પુડલાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન શેક્યા બાદ દહીં કે લસણની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો. આ પુડલાને વરસાદમાં ભીંજાયા બાદ ખાવાથી ખુબજ મજા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *