ખ્રિસ્તી યુવકનું હિન્દુ યુવતીને બ્લેકમેલ-‘એક જ મિનિટમાં બ્લેડથી 40થી 45 કાપા મારવાનું કહી પિશાચી આનંદ લેતો’

GUJARAT

હિંદુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને ધર્મપરિવર્તનનું દબાણ કરતા કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે વડોદરામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ખ્રિસ્તી યુવકે એક હિંદુ યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી છે અને પછી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આ ઘટનામાં વિધર્મી યુવક યુવતીને અંગત વીડિયો લીંક કરવાની ધમકી આપતો હતો. યુવકના માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ પોતાના જ શરીર પર બ્લેડના ઘા ઝીંકીની આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવતીના પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે યુવક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાં બનેલા કિસ્સામાં એક ખ્રિસ્તી યુવકે શ્રીમંત પરિવારની એક હિન્દુ યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ યુવકે તેને એવી બ્લેકમેલ કરી કે તે પોતાના શરીર પર જ ચીરા મારવા મજબૂર બની હતી. છાણી ગામ સીતારામ સુપરમાર્કેટ પાછળ ચંપાબા ફાર્મ હાઉસ પાસે રહેતાં ચંદ્રકાંતભાઈ માંડણકાએ ફરીયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે તેમના વિસ્તારમાં રહેતાં સેલ્વિન પાઉલ પરમારે સોશિયલ મિડિયાના માધ્યમથી ચંદ્રકાંતભાઈની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી હતી. પુત્રી એલ.એલ.બી.નો અભ્યાસ કરે છે અને ઈન્ટનશીપ કરે છે. જયારે સેલ્વિન ધો.10 સુધી ભણેલો છે. ફરીયાદમાં થયેલા આક્ષેપ પ્રમાણે સેલ્વિને અંગતપળોના ફોટોગ્રાફ પાડ્યા હતા, જે અવાર નવાર વાઈરલ કરવાની ધમકી આપતો હતો.

મેન્ટલ ટોર્ચરીંગના કારણે યુવતીએ પોતાની જાતે હાથ ઉપર બ્લેડના ઘા ઝીંકયા હતા. અલબત્ત બંન્ને જણાંએ લગ્ન સુધ્ધા કર્યા હતા. આમ છતાં પણ માનસિક અને શારીરિક અત્યાચાર ચાલું રહેતાં પોલીસમાં ફરીયાદ કરવાની ફરજ પડી હતી. છાણી પોલીસે આરોપી તરીકે સેલ્વિન પાઉલ પરમાર તેની બહેન શ્વેતા પાઉલ પરમાર અને પાઉલ પરમાર (રહે, માંગલ્ય સોસાયટી,છાણી કેનાલ પાસે) સામે ગુનો નોંધ્યો હતો. આ પૈકીના સેલ્વિન પરમારની અટકાયત કરવામાં આવી હોવાનું એ.સી.પી. ભેસાણીયાએ જણાવ્યુ છે.

SP પરેશ ભેસાણિયાના જણાવ્યા અનુસાર લગ્ન માટે દબાણ કરતા ખ્રિસ્તી યુવકે બાદમાં યુવતીને બ્લેકમેલ કરવાનુ શરૂ કર્યું હતું. તેણે બંને વચ્ચેના અંગત પળોના વીડિયો બતાવીને તેને ધમકી આપી હતી. જેથી આઘાતમાં સરી પડેલી પીડિત યુવતીએ યુવકના ત્રાસથી છુટકારો મેળવવા પોતે જ પોતાના શરીર પર બ્લેડના ઘા માર્યા હતા. અંગત પળોની વિડીયો કલીપ વાઇરલ કરવાની ધમકી આપી યુવકે આખરે એક દિવસે દબાણ કરીને પીડાતાને ફોસલાવી હતી અને તેને આણંદ ભગાડી લઈ ગયો હતો. જ્યાં બંનેએ ચર્ચમાં લગ્ન કર્યા હતા.

તો બીજીતરફ પીડિત યુવતીની મદદે આવેલા મહિલા સુરક્ષા સમિતિના શોભનાબેન રાવલે પીડિતા વતી જણાવ્યું હતું કે, સેલ્વિને યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનુ શરૂ કર્યુ હતુ. એટલુ જ નહિ, યુવતીને ઘરમાં ગોંધી પણ રાખવામાં આવતી હતી. આ મામલે દીકરીના પિતાને જાણ થતા તેઓ દીકરીને પોતાના ઘરે લઈ આવ્યા હતા. સમગ્ર મામલો બહાર આવ્યા બાદ યુવતીના પિતાએ સેલ્વિન પાઉલ પરમાર, શ્વેતા પાઉલ પરમાર અને પાઉલ પરમાર સામે ફરિયાદ દાખલ કરી હતી. યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ સોશિયલ મીડિયાથી સતત સંપર્કમાં રહેતો હતો. યુવતીના પરિવારે મોબાઇલ ચેક કરતાં એમાં યુવક સાથેનું ચેટિંગ મળી આવ્યું હતું. જેમાં યુવક તેને એક જ મિનિટમાં બ્લેડથી 40થી 45 કાપા પોતાના શરીર પર મારવાનું કહી તેના ફોટા સોશિયલ મીડિયા પર મગાવી પિશાચી આનંદ લેતો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે પીડિતા યુવક દ્વારા અપાતી ધમકીઓના પુરાવા તેમજ બ્લેડના ઘા મારવા આપેલી દુષ્પ્રેરણાના પુરાવા આપ્યા છતાં પોલીસે ફરિયાદમાં યુવકના ત્રાસથી યુવતીએ જાતે જ ઘા માર્યા હોવાનો ઉલ્લેખ કરતા છાણી પોલીસની કામગીરી શંકાના ઘેરામાં છે. ત્યારે આવનાર સમયમાં પોલીસ યુવતીને ન્યાય અપાવી શકશે કે કેમ એ પ્રશ્ન અહીં ઉભો થાય છે. આરોપીએ આણંદ ખાતે ચર્ચમાં યુવતી સાથે લગ્ન કર્યા હતા, ત્યારે ત્યાંના પાદરીએ જિલ્લા મેજિસ્ટ્રેટની લેખિત પરવાનગી લીધી હતી કે કેમ તેમજ યુવકને સમગ્ર ગુનામાં અન્ય પરિવારના સભ્યોએ પણ મદદ કરી હોવાથી પોલીસે તેઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *