ખરાબ દિવસોથી બચાવી શકે છે આ ૬ સહેલા ઉપાય , કરો બસ આટલું

nation

લગભગ દરેક લોકોને પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન ઘણીવાર અમુક દિવસો જાણે ખરાબ ચાલતા હોય એવો અનુભવ થયો હશે. ઘણીવાર એવું બન્યંુ હોય કે સળંગ અઠવાડિયા કે દસ દિવસ સુધી કોઇ સારા સમાચાર ન સાંભળવા મળે, આપણે સારી રીતે આપણું કાર્ય કરતા હોઈએ તો પણ ટીકાના ભોગ બનવું પડતું હોય છે. કારણ વગર ઠપકો પડે. અને એ પણ માત્ર કાર્યસ્થળે જ નહીં ઘરમાં પણ એવું બને કે કોઇ વાંક ન હોય તો પણ વડીલોની ટીકાનો ભોગ બની જઇએ. ત્યારે આપણું મન ખાટું થઇ જતું હોય છે.

ત્યારે એવા વિચાર આવે કે એવો તે શું વાંક આપણો હતો કે કારણ વગર દરેક જગ્યાએ ઠપકો સાંભળવો પડે છે. અલબત્ત એમાં મોટેભાગે એવું બને કે અમુક દિવસો અને ગ્રહો આપણી કુંડળીના એવા ભેગા થઇ ગયા હોય કે અત્ર, તત્ર, સર્વત્ર ખરાબ અનુભવમાંથી પસાર થવું પડે. આ તકલીફમાંથી બચવા અહીં છ ઉપાય તમને જણાવીએ છીએ કે જેને અજમાવી તમે ખરાબ સમયમાંથી બચી શકશો.

હનુમાન ચાલીસા

આજની જનરેશન મોટે ભાગે એવી છે કે તેઓ ભાગ્યે જ ભગવાનનું સ્મરણ કરતાં હોય છે. પણ આ ખોટી વાત છે. તમને માઠા સમયમાંથી ભગવાન હંમેશાં બચાવે છે, જો તમે તેમનું સ્મરણ કરો તો. હનુમાન ચાલીસા પણ તમને માઠા સમયમાંથી સમયસર બચાવી લેશે. પણ તે માટે આજથી જ નિયમ કરી રોજ એકવાર હનુમાન ચાલીસા વાંચો. તમે દિવસમાં ગમે ત્યારે હનુમાન ચાલીસા વાંચી શકો છો. આ તમને અનેક તકલીફથી દૂર રાખશે.

નાળિયેર

ઘણીવાર એવું બનતું હોય છે કે ખરાબ સમય એવો બેસે કે તેમાં શું કરવું શું ન કરવું તમને સમજાય જ નહીં. જો ચારે તફથી કારણ વગર ઠપકો સાંભળવો પડતો હોય તો એક નાળિયેર લઇને એકવીસ વાર તમારા માથા ઉપર ગોળ ફેરવી કોઇ મંદિર કે નદી આગળ જઇને તેને બાળી નાખો. આ ઉપાય મંગળવાર કે શનિવારે કરવો. જો તકલીફ વધારે હોય તો પાંચ વાર દર મંગળવારે કે શનિવારે આ ઉપાય અજમાવવાથી જીવનમાં આવેલો ખરાબ સમય દૂર થશે.

પ્રાણી અને પક્ષીને ભોજન આપો

વૃક્ષ, કીડી, પક્ષી, ગાય, કૂતરાં, કાગડા આ પક્ષી અને પ્રાણીઓ માટે અચૂક પાણી અને ભોજનની વ્યવસ્થા કરો. આમ કરવાથી પણ ખરાબ સમય દૂર થશે.

તાંબાના લોટાથી જળ અર્પણ કરો

તકલીફના સમયમાં એક તાંબાના લોટામાં રાત્રિના સમયે પાણી ભરો. તેમાં થોડું કંકુ અને ચંદન મિક્સ કરો. હવે આ લોટો આખી રાત તમે જે તરફ માથું રાખતા હોય, તે દિશામાં મૂકી દો. સવારે ઊઠીને તરત સૂર્ય નારાયણને તાંબાના લોટાનું પાણી ચડાવો. આમ થોડા દિવસો સુધી કરવાથી સંકટનો સમય તરત દૂર થઇ જશે.

પડછાયા દાન

કાંસાના એક વાસણમાં થોડું સરસિયું લો. એ સરસિયામાં રૂપિયાનો કે પાંચનો સિક્કો નાખો. એ સિક્કો નાંખી તમારું પ્રતિબિંબ તેમાં જુઓ. હવે આ તેલ અને કાંસાના વાસણને કોઇ ગરીબને આપી દો. આ ઉપાયને શનિવારે જ કરો, અને કમ સે કમ પાંચ શનિવાર આ ઉપાય કરવાથી બધી તકલીફ ચોક્કસપણે દૂર થશે.

૪૩ દિવસ સુધી એક માળા કરો

૪૩ દિવસ સુધી કમ સે કમ એકવાર ગાયત્રીમંત્ર કે મહા મૃત્યુજયની એક માળા કરો. જો તમે ગાયત્રીમંત્રની માળા કરવાની શરૂઆત કરી હોય તો રોજ ગાયત્રીમંત્રની જ માળા કરો અને જો બીજા કોઇ મંત્રની માળા કરતાં હો તો તે જ મંત્રની માળા ૪૩ દિવસ સુધી ચાલુ રાખો. તેમજ ઘરના મંદિર સામે બેસીને આ જાપ કરો. ધીરેધીરે મંત્ર જાપની અસર થશે તેમ તેમ તમારા માથે વર્તાતા સંકટની અસર ઓછી થતી જશે.

ઉપર જણાવેલા છ ઉપાય તમે તકલીફના દિવસોમાં તો અજમાવી જ શકો છો, પણ સામાન્ય દિવસોમાં પણ છમાંથી કોઇ એકપણ ઉપાય કરશો તો ભવિષ્યમાં પણ ક્યારેય તકલીફ તમારા દ્વારે આવીને ઊભી નહીં રહે.

Leave a Reply

Your email address will not be published.