ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે બેસ્ટ છે આ 1 શાક, છોકરીઓ માટે લાભદાયી

Uncategorized

અરવીનું શાક ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. જોકે, કેટલાક લોકોને આ શાક પસંદ હોતુ નથી. પરંતુ તેના ઘણા ફાયદાઓ હોય છે. જે અંગે તમે પણ જાણતા હશો. અરવીમાં પોટેશિયમનું પ્રમાણ ભરપૂર હોય છે. એક તૃતીયાશ કપ બાફેલી અરવીમાં 320 મિલિગ્રામ પોટેશિયમ હોય છે. તેના સેવનથી હાઇ કોલેસ્ટ્રોલ અને હાઇ બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓમાં આરામ મળે છે.

ઘટશે ખરાબ કોલેસ્ટ્રોલ

અરવીનું શાક ખાવાથી હાઇ કોલેસ્ટ્રોલની સમસ્યામાં આરામ મળશે. કારણકે અરવી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. અરવીમાં અદ્રાવ્ય ફાઇબર હોય છે. કોલેસ્ટ્રોલને ઓછા કરવામાં મદદ કરે છે.

પેટ માટે ફાયદાકારક

અરવીનું શાક પેટ માટે ફાયદાકારક હોય છે. કારણકે તેમા ફાઇબરનું પ્રમાણ ભરપૂર હોય છે. એકેડેમી ઓફ ન્યુટ્રિશન એન્ડ ડાઇટિટિક્સ અનુસાર, મહિલાઓને એક દિવસમાં લગભગ 25 ગ્રામ અને પુરૂષોને 38 ગ્રામ ફાઇબરની જરૂરત હોય છે. પરંતુ ખાસ કરીને લોકો ખૂબ ઓછા પ્રમાણમાં ફાઇબર લેતા હોય છે. જેનાથી તેમણે અપચો, કબજિયાત અને મસા જેવા રોગનો ખતરો હોય છે અને વજન પણ વધે છે.

વધારે પ્રમાણમાં પોષક તત્વ

અરવીના શાકમાં વધારે પ્રમાણમાં પોષક તત્વ હોય છે. એક કપ અરબી (લગભગ 130 ગ્રામ)માં માત્ર 187 કેલરી હોય છે. તે સિવાય તેમા 6.7 ગ્રામ ફાઇબર, મેગ્નીઝ, વિટામીન બી -6, વિટામીન સી, પોટેશિયમ, કૉપર, ફોસ્ફરસ અને મેગ્નેશ્યિમ પણ ભરપૂર હોય છે.

Leave a Reply

Your email address will not be published.