કેમ કરાવી હતી હોઢની સર્જરી? અભિનેત્રી અનુષ્કા શર્માએ બે વર્ષ બાદ ખોલ્યું રહસ્ય

BOLLYWOOD

અનુષ્કા શર્મા બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. દરેક ફિલ્મમાં તેણે પોતાનું પાત્ર સારું ભજવ્યું છે. પરંતુ અનુષ્કાના જીવનમાં એક સમય એવો આવ્યો જેના કારણે તેને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો. ખરેખર, અનુષ્કાને બોમ્બે વેલ્વેટ ફિલ્મમાં પાઉટ કરવા માટે લિપ જોબ કરાવ્યું હતું. જેને લઇને લોકોએ તેની ખૂબ આલોચના કર્યું હતું. અનુષ્કાએ કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં આ અંગે ખુલ્લેઆમ વાત કરી છે.

અનુષ્કાએ આ શોમાં કહ્યું કે, મારી પાસે છુપાવવા માટે કંઈ નથી. અને જ્યારે મેં મારા લિપ જોબની વાત કરી ત્યારે ઘણા લોકોએ મારા વખાણ કર્યા અને મને બહાદુર ગણાવી. અનુષ્કાએ કહ્યું કે, મારી ભૂમિકા માટે તે જરૂરી હતું. હું પણ મનુષ્ય છું, અને પરફેક્ટ નથી.

અનુષ્કાએ કહ્યું કે, અચાનક જ મને ટ્રોલ કરવાનું શરૂ થયું, આ પછી અનુષ્કાએ તેના વિશે એક ટ્વિટ કર્યું અને લખ્યું કે, આ લિપ એનહાન્સિંગ ટૂલનું કમાલ છે અને મેકઅપ ટેકનીક છે. તેમણે વધુમાં લખ્યું છે કે, મેં કોઈ પ્લાસ્ટિક સર્જરી નથી કરી, આ મારો નિર્ણય હતો. અને આ ફિલ્મમાં મારા લુક માટે પણ તે જરૂરી હતું. કારણ કે હું તે ફિલ્મમાં જૈજ ગર્લની ભૂમિકા નિભાવી રહી હતી.

તમને જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટ કોહલીએ જાન્યુઆરીમાં તેમના પહેલા બાળકનું સ્વાગત કર્યું છે. આ માહિતી બંનેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી હતી, જ્યારે તેઓએ તેમની પુત્રીનું નામ ચાહકોને પણ જણાવ્યું હતું. જણાવી દઈએ કે બંનેએ પોતાની પુત્રીનું નામ વામિકા રાખ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *