કરશો આ કસરત તો તમારા સ્તનમાં આવી જશે ઉભાર, જાણો એક ક્લિક પર

helth tips

કસરત વખતે સ્પોટ્ર્સ બ્રા પહેરવાની વાત કરી લીધા પછી આપણે એ પણ જાણી લઈએ કે સ્પોર્ટ્સ બ્રા પહેરીને કઈ કઈ કસરતો કરવી જોઈએ. દા.ત. પુશઅપ્સને પુરુષોની કસરત ગણાવવામાં આવે છે, પરંતુ ત્રીસ સેકન્ડ સુધી પુશ કર્યા પછી એક મિનિટનો આરામ લઈ ફ્રી ત્રીસ સેકન્ડ પુશ કરવાની ક્રિયા ત્રણ વખત રોજેરોજ કરતા રહો તો મહિલાઓની ચેસ્ટ વળાંકદાર અને મજબૂત બનશે.

પુશઅપ્સ ત્રણ રીતે કરી શકાય. જો ઉંમર ત્રીસની નીચે હોય અને ગોઠણની કોઈ સમસ્યા ન હોય તો ર્ફ્શ ઉપર બે પગના પંજા અને બંને હાથના પંજા મૂકીને શરીર ર્ફ્શને સમાંતર રાખો. આ વખતે તમારા હાથના પંજા તમારા ખભાની નીચે આવશે. હવે શરીરને કોઈ વળાંક આપ્યા વગર બંને હાથ સીધા કરી ખભાથી શરીર ઉપર લઈ જાવ અને એક-બે સેકન્ડ પછી ફ્રી હાથ કોણીથી વાળીને શરૂઆતની સ્થિતિમાં આવી જાવ.

બીજી પદ્ધતિ ગોઠણમાં થોડીક સમસ્યા હોય તેમના માટે છે. ખુરશી, સોફ, ઓટલો વગેરે જેવી કોઈ ઊંચી જગ્યા પર બંને હાથના પંજા અને ર્ફ્શ ઉપર પગના પંજા ગોઠવી શરીરને સીધું રાખી ઊભા રહો. આ વખતે પણ તમારા હાથના પંજા તમારા ખભાની નીચે આવશે. હવે શરીરને જરાય વળાંક આપ્યા વગર બંને હાથ સીધા કરો. એથી ખભાથી શરીર ખુરશી, સોફ કે ઓટલા જેવી જગ્યાથી દૂર જશે. એક-બે સેકન્ડ પછી ફ્રી પહેલાંની સ્થિતિમાં આવી જાઓ.

જો ગોઠણની સમસ્યા વધી ગઈ હોય તો દીવાલ સામે ઊભા રહો. દીવાલથી અંતર એટલું હોવું જોઈએ કે બંને હાથના પંજા દીવાલ ઉપર મૂકો ત્યારે હાથ સીધા રહે. આટલે દૂર તમારા પગ પણ હોવા જોઈએ જેથી શરીર સીધું ટટ્ટાર રહે. હવે બંને હાથ કોણીથી વાળીને તમારો ખભો દીવાલ નજીક લઈ જાવ. પછી દીવાલને ધક્કો મારવાનો પ્રયાસ કરો. તેથી બંને હાથ સીધા થઈ જશે અને તમે પહેલાં જેવી સ્થિતિમાં આવી જશો.

આ ત્રણેય કસરત એકસરખો જ લાભ કરે છે. લાભનું પ્રમાણ જરાક વધતું-ઓછું રહેશે. આમાં મહત્ત્વની શરત ત્રણ જ છે. એક, જ્યારે તમારા હાથ કોણીથી વળે ત્યારે તમારા પંજા તમારા ખભાની નીચે જ આવવા જોઈએ. રોજેરોજ આ કસરત કરવાથી તમારી ચેસ્ટના સ્નાયુઓ કસાશે અને બ્રેસ્ટ ઉન્નત બનશે.

બીજી કસરત છે પાટલી ઉપર ચત્તા સૂઈને બંને હાથ પહોળા કરવાની. ઘરમાં એવી કોઈ પાટલી ન હોય તો ભોંય ઉપર ચત્તા સૂઈને પણ આ કસરત કરી શકાય. બેન્ચ ઉપર સૂઈને કરશો તો બંને પગ ગોઠણથી વળીને નીચે ર્ફ્શ ઉપર રહેશે. ભોંય ઉપર સૂઈને કરશો તો તમારે બંને પગ ગોઠણથી વાળીને બંને પગના પંજા ર્ફ્શ ઉપર દબાવી રાખવાના થશે.

તમે સીધા ચત્તા સૂઈ જાઓ ત્યારે શરીર સીધી લીટીમાં આવવું જોઈએ. તમારી કમરનો જે કુદરતી વળાંક હોય એટલો ભાગ બેન્ચ અથવા ર્ફ્શથી ઉપર રહેશે. બાકીનો ભાગ પાટલી અથવા ર્ફ્શને ચપોચપ ચોંટેલો રહેવો જોઈએ.

આ સ્થિતિમાં જ રહીને તમારા બંને હાથ ઉપરની તરફ સીધા કરો. બંને હાથ પણ સીધી લીટીમાં અને એકબીજાની સમાંતર રહેવા જોઈએ. ખભા બેન્ચની સીધમાં અથવા ર્ફ્શને અડેલા રહેવા જોઈએ. હવે તમારા બંને હાથ સીધા જ રહે એ રીતે એકબીજાથી દૂર લઈ જઈ ર્ફ્શને બંને હાથ બેન્ચની સીધમાં લાવવાના હોય અથવા ર્ફ્શને અડાડવાના હોય એમ સીધા કરો. હાથ સીધા કરી એક-બે સેકન્ડ પછી ફ્રી હાથ ઉપરની બાજુ લઈ જઈ પહેલાંની જેમ સીધા, એકબીજાની સમાંતર કરી દો.

આ કસરત પણ ૩૦ સેકન્ડ સુધી કરતા રહો. પછી એક મિનિટનો આરામ કરો. અને ફ્રીથી ૩૦ સેકન્ડ સુધી આ કસરત કરો. પછી બીજી વખત એક મિનિટનો આરામ કરો અને ત્રીજી વખત ૩૦ સેકન્ડ માટે ફ્રીથી આ કસરત કરવા લાગો.

શરૂઆતના દસેક દિવસ આ કસરત કરી લો તો તમારા હાથ અને ખભા એટલા મજબૂત થઈ ગયા હશે કે હાથ પહોળા કરીને ફ્રી સીધા કરવામાં જરાય મહેનત નહીં લાગે. તે પછી આ કસરત કરતી વખતે બંને હાથમાં પાણી ભરેલી એક લિટરવાળી બોટલ પકડી રાખો. એમ કરવાથી ચેસ્ટના સ્નાયુઓ મજબૂત બનશે. એક લિટરની બોટલ પકડી રાખીને આ કસરત એક મહિનો કર્યા પછી બે લિટર પાણીની બોટલ ભરેલી હાથમાં પકડી રાખીને આ કસરત કરવાનું ચાલુ રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *