કરોડોનું ઘર, આલીશાન વેનિટીવેન, આવી શાનદાર લાઈફ છે અલ્લુ અર્જૂનની

BOLLYWOOD

આ દિવસોમાં બોક્સ ઓફિસ પર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ ધૂમ મચાવી છે. પુષ્પાએ સતત ધમાકેદાર કમાણી કરીને 300 કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ જોયા બાદ બોલિવૂડમાં અલ્લુ અર્જુનની માંગ ઘણી વધી ગઈ છે

અલ્લુ અર્જૂને પુષ્પા ફિલ્મ માટે લીધી 30થી 32 કરોડ ફી

અલ્લુ અર્જુને પુષ્પા માટે લગભગ 30 થી 32 કરોડ રૂપિયા ફી લીધી છે.પુષ્પામાં અલ્લુ અર્જુનની એક્ટિંગને જે રીતે પસંદ કરવામાં આવી રહી છે. તેને જોઈને લાગે છે કે આગામી ફિલ્મ માટે તેની ફી બમણી થાય તો નવાઈ નહી, ત્યારે ચાલો હવે જાણીએ એક ફિલ્મથી કરોડોની કમાણી કરનાર અલ્લુ અર્જુન રિયલ લાઈફમાં કેવું જીવે છે જીવન

અલ્લુ અર્જુનની વેનિટી વેનની કિંમત 7 કરોડ રૂપિયા

પુષ્પા એક્ટર પાસે વેનિટી વેન ફાલ્કેન છે, જે અંદરથી કોઈ મહેલથી ઓછી નથી. વાનનું ઈન્ટિરિયર બ્લેક, વ્હાઈટ અને સિલ્વર કલરમાં કરવામાં આવ્યું છે. અલ્લુ અર્જુનની વેનિટી વેનની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે, જેમાંથી બહાર નીકળવાનું મન ના થાય, અલ્લુ અર્જુન પાસે માત્ર એક મોંઘી વેનિટી વેન જ નહીં પણ હમર H2 પણ ધરાવે છે. Hummer H2ની કિંમત 75 લાખ રૂપિયાથી વધુ છે. શું તમને એ સાંભળીને નવાઈ લાગી?

હૈદરાબાદમાં કરોડોની કિમતનું મહેલ જેવું ઘર

કરોડોની વેનિટી વાન, લાખોની કિંમતની કાર ઉપરાંત અલ્લુ અર્જુન પાસે હૈદરાબાદમાં કરોડોની કિંમતના મહેલ જેવું ઘર પણ છે. અભિનેતાના ઘરમાં પૂલથી માંડીને તે તમામ સુવિધાઓ છે, જે સપનામાં આવેલા મહેલમાં હોય છે. હોમ, વેનિટી વેન, હમર H2 તેમજ અલ્લુ અર્જુન રેન્જ રોવર વોગની સવારી કરે છે. આ બધા સિવાય, અભિનેતાના લગ્ન સૌથી મોંઘા લગ્નોમાંથી એક હતા, જેમાં 40 થી વધુ ફોટોગ્રાફરોએ હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published.