કરોડોના આલિશાન બંગલામાં રહે છે સુરેશ રૈના, જુઓ ઘરની Inside Pictures

rashifaD

ભારતના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર સુરેશ રૈના (Suresh Raina) હાલ આઈપીએલની તૈયારીમાં લાગી ગયા છે. ઈન્ટરનેશન ક્રિકેટને અલવિદા કરી ચૂકેલ સુરેશ રૈનાએ ભારતીય ટીમની અનેક મેચને જીતાડી છે. આ પ્લેયરે રિટાયરમેન્ટ ભલે લઈ લીધી હતી, પરંતુ રૈનૈની પાસે રૂપિયાની કોઈ તંગી નથી. તેમના આલિશાન ઘરની અંદરની તસવીરો જ તેમની જાહોજલાલી સાબિત કરે છે.

રૈનાના આ આલિશાન બંગલો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના પોશ વિસ્તાર રાજનગરમાં આવેલો છે. રૈનાનું ગાઝિયાબાદ ઉપરાંત દિલ્હી અને લખનઉમાં પણ ઘર આવેલું છે. સુરેશ રૈનાના આ ઘરની કિંમત લગભગ 18 કરોડ રૂપિયા છે, જે જોવામાં બહુ જ લક્ઝુરિયસ લાગે છે.

આ ઘરમાં બહુ જ મોટું ગાર્ડન છે. જ્યાં સુરેશ રૈના હંમેશા વર્કઆઉટ કરતા નજરે આવે છે. આ ઉપરાંત તેમાં આલિશાન જીમ પણ છે. આ ઘરનું ઈન્ટીરિયર બહુ જ શાનદાર છે. જે દરેકને આકર્ષિત કરે તેવુ છે.

આ ઘરમાં બનેલ તમામ બેડરૂમ લક્ઝુરિયસ છે. જ્યાં મોટા સોફા, પડદા અને મોટું ટીવી લગાવાયેલા છે. રૈના હંમેશા પોતાના ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.

રૈના પોતાના માતાપિતા, પત્ની પ્રિયંકા અને બાળકો ગ્રાસિયા અને વિરોય સાથે સમય વિતાવતા દેખાય છે. આ ઘરમાં તેમણે દરેક આલિશાન સુખસુવિધા ઉભી કરે છે.

વર્ષ 2017 માં સચીન તેંડુલકર પણ સુરેશ રૈનાના ઘરે ગયા હતા. આ તસવીર તેમણે એ સમયે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *