કરિશ્મા કપૂરે 24 વર્ષ પહેલા આમિરને કરી’તી લિપ કિસ, હવે ખુલાસો કર્યો કે-સાંજે 6 વાગ્યે હું…

BOLLYWOOD

કેટલીય સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી કરિશ્મા કપૂર જલ્દી જ ડિજીટલ ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે એક વેબસીરિઝમાં લીડ રોલ કરતી જોવા મળશે. પરંતુ તેના આ ડિજીટલ ડેબ્યૂ પહેલા તેણે એક ખુલાસો કર્યો છે અને ચર્ચામાં આવી છે. તેણે 24 વર્ષ પહેલા આવેલી ફિલ્મ રાજા હિન્દુસ્તાનીમાં આમિર સાથે કરેલા લિપલોક વિશે માહિતી આપી છે અને નવો ખુલાસો કર્યો છે.

એક ઈન્ટરવ્યૂમાં કરિશ્માએ કહ્યું હતું કે, આમિર સાથેની ફિલ્મ રાજા હિન્દુસ્તાનીને લઈ ઘણી યાદો મારી સાથે છે. પરંતુ જ્યારે એ ફિલ્મ આવી ત્યારે લોકોના મોઢે માત્ર કિસિંગ સીનની ચર્ચા હતી. પરંતુ ખુબ ઓછા લોકો જાણતા હશે કે તે સમયે હું ધ્રુજી રહી હતી.

કરિશ્માએ આગળ કહ્યું કે, હું એ જ વિચારી રહી હતી કે, આ સીન ક્યારે પુરો થશે. કારણ કે ફ્રેબુઆરી મહિનામાં ઉટીમાં એટલી ઠંડી હતી કે શૂટ કરતી સમયે અમે લોકો જામી જતાં હતા. સાંજે 6 વાગ્યે આ સીન કરવામાં આવ્યું હતું અને હું ઠંડીના કારણે ખુબ ધ્રુજી રહી હતી. ઉલ્લેખનીય છે કે, કરિશ્મા કપૂર આટલા વર્ષોથી ફિલ્મી દુનિયાથી દૂર હોવા છતાં પણ ફીટ અને બોલ્ડ છે. કરિશ્મા કપૂર ઘણીવાર બહેન કરીના કપૂર અને સૈફ અલી ખાન સાથે જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.