કપિલ શર્માએ પત્ની ગિન્નીને દારૂ પીને ફોન પર પ્રપોઝ કર્યું હતું

GUJARAT

પોતાની કોમેડીની સાથે પર્સનલ લાઈફને લઈને ચર્ચાનો વિષય બનતો કપિલ શર્મા આજકાલ પોતાના અપકમિંગ ઓટીટી શોને લઈને ચર્ચામાં છે. આ શોની કેટલીક શોટ્સ ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.

જેમાં કપિલ શર્મા પોતાની અંગત જીવન સાથે જોડાયેલી જાણી-અજાણી વાતો શેર કરી રહ્યો છે. તાજેતરમાં કપિલ શર્મા દ્વારા શોની એક વીડિયો ક્લિપ શેર કરવામાં આવી હતી. જેમાં તેને પત્ની ગિન્નીને દારૂ પીને કેવી રીતે પ્રપોઝ કર્યો હતો તે વાતનો ઉલ્લેખ કર્યો હતો.

કપિલ શર્માએ વીડિયો ક્લિકમાં કહે છે કે, ‘અમે સાથે થિયેટર કરતા હતા. તો હું તેની ડયૂટી લગાવી દેતો હતો બધી બધી વસ્તુઓમાં. તે મને ફોન કરીને બતાવતી હતી કે આજે આ થયું પેલું થયું. એક વાર તે મને ફોન કર્યો.

તેનો ફોન ઉપાડીને મેં પૂછી લીધું કે તું મને લવ કરે છે. તે ફોન પર કાપવા લાગી. થોડી વાર તો એવું વિચારવા લાગી કે આનામાં આટલી હિંમત કેવી રીતે આવી. જો તે દિવસે મેં દારૂની જગ્યાએ તાડી પીધી હોત તો મારો પ્રશ્ન બદલાઈને ગિન્ની તારા પપ્પાને ડ્રાઇવર જોઈએ છે તેવો થઈ જાત.’

Leave a Reply

Your email address will not be published.