કન્યા રાશિમાં બુધનું ગોચર, સૌથી નાનો ગ્રહ આ 4 રાશિઓને આપશે ખુબ મોટો લાભ

rashifaD

બુધ ગ્રહ બુધવારે 2 સપ્ટેમ્બરે સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. અશ્વિન માસ પહેલા જ બુધનું આ રાશિ પરિવર્તન ખુબજ શુભ માનવામાં આવે છે. ત્યારબાદ બુધ 22 સપ્ટેમ્બર સુધી આ રાશિમાં જ રહેશે. જ્યોતિષવિદો અનુસાર બુધનું આ ગોચર મેષ, સિંહ, વૃશ્ચિક અને ધનુ રાશિના જાતકો માટે મોટો ફાયદો કરાવી શકે તેમ છે.

મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે છઠ્ઠા બાવમાં થતુ બુધ ગ્રહનું ગોચર ખુબજ ફાયદો કરાવશે. આ ભાવમાં તમે શત્રુઓ પર વિજય. કરજથી મુક્તિ વિવાદથી છુટકારો મેળવી શકશો. આ સમય એ રાશિના જાતકો માટે ખુબજ શુભ રહેશે, જે નોકરી કરતા લોકો માટે શુભ રહેશે. આ દરમિયાન તમને નોકરીમાં પ્રમોશન મળશે. નવી નોકરી મેળવવા ઇચ્છતા લોકોને ફાયદો થશે.

બુધ રાશિ
આ રાશિના બીજા ભાવમાં ગોચર કરશે. આ ભાવ તમારી વાણી, ધન, પરિવાર પર અસર કરશે. બુધના ગોચર કાળ દરમિયાન તમારા પરિવાર અને ઘરના લોકોની સમસ્યા દુર કરી શકશો. આ રાશિના જાતકો માટે કોઇ સારા સમાચાર આવશે. આવકમાં વધારો થશે. સફળતાના માર્ગો સરળ થશે.

વૃશ્ચિક રાશિ
એકાદશ ભાવમાં બુધનું ગોચર થશે. આ લાભ ભાવ કહેવામાં આવે છે. જેનાથી ભાઈ-બહેન સાથે સંબંધ મધુર કરી શકશો, તમારી ઇચ્છાઓ પુરી કરશો, મિત્રતા નિભાવી શકશો. આ ગોચર દરમિયાન વિભિન્ન ક્ષેત્રોમાં લાભ પ્રાપ્ત થશે. આ રાશિના જાતકો કાર્યક્ષેત્રમાં ઉન્નતિ પ્રાપ્ત કરી શકશે.

ધન રાશિ
આ રાશિના જાતકો માટે 10માં ભાવમાં બુધ ગ્રહનું ગોચર રહેશે. આભાવમાં બુધનું ગોચર મનગમતા પરિણામો પ્રાપ્ત કરી શકશે. આ ભાવ કરિયર અંગે હોવાથી બુધનું ગોચર કાર્યક્ષેત્રમાં શુભ ફળ પ્રાપ્ત કરશે. તમારી કામની પ્રશંસા થશે. પદોન્નતિ થશે. સફળતા કદમો ચુમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *