કંટાળી ગયા છો ખરતા વાળની સમસ્યાથી તો લીંબુ છે બેસ્ટ ઉપાય

GUJARAT

વાળમાં ખોડો થવો હવે સામાન્ય બાબત થઇ ગઇ છે. આમ, જો તમે પણ આ સમસ્યાથી હેરાન-પરેશાન થઇ ગયા છો તો અપનાવો આ ટિપ્સ. જેને કારણે તમે અનેક અવનવી બ્યુટી પ્રોડક્શનનો ઉપયોગ કરી રહ્યા છો જેનાથી તમને કોઇ ફરક પડતો નથી. તો આજે અમે તમારા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાય લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે ખોડાને દૂર કરી શકો છો.

– લીંબુની ખટાશ ત્વચાના તેલના પ્રવાહને નિયંત્રિત કરે છે, જેથી ખોડાનું પ્રમાણ ઘટે છે. વાળને શેમ્પૂ કરવાના એક કલાક પહેલાં માથામાં લીંબુના રસ અને દહીંનું મિશ્રણ ઘસો. ગરમ પાણીથી વાળ ધોઇ લો.

– બે ચમચા શુદ્ધ વિનેગરમાં છ ચમચા પાણી ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. શેમ્પૂ કર્યા બાદ તમારા વાળને આ મિશ્રણથી ધુઓ. ત્રણ મહિના સુધી અઠવાડિયામાં એકવાર આ પ્રમાણે કરો.

– દહીં અને સૂકી મેથીને રાત્રે પલાળી દો. સવારે વાળ ધોવાના અડધા કલાક પહેલાં આ મિશ્રણને માથામાં લગાવીને રાખો. ખોડો દૂર થઈ જશે.

– આમળા વાળ માટે લાભદાયક ગણાય છે. આમળાના રસને અને લીંબુના રસને મિક્સ કરીને માથામાં ઘસો. અડધો કલાક બાદ વાળ ધોઈ લો.

– કોપરેલ અથવા દિવેલમાં લીંબુનો રસ મેળવીને અઠવાડિયામાં બે વાર માથામાં ઘસો. આંગળીઓના ટેરવાને વર્તુળાકારમાં ફેરવીને ઘસો. અડધો કલાક સુધી આ રીતે માલિશ કરો. ત્યારબાદ એક ટુવાલને ગરમ પાણીમાં બોળીને નીચોવીને ધોઈ લો. આમ કરવાથી માથામાં લોહી પરિભ્રમણ વધે છે અને ખોડો દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *