કંગનાનો મોટો ખુલાસો: ધ ડર્ટી પિક્ચર માટે વિદ્યા બાલન પહેલાં મને ઓફર થઈ હતી, મે ના પાડી!

GUJARAT

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે તેને ફિલ્મ ધ ડર્ટી પિક્ચર માટે ઓફર કરવામાં આવી હતી. કંગનાએ કહ્યું છે કે બ્લોકબસ્ટર ફિલ્મ ધ ડર્ટી પિક્ચર માટે વિદ્યા બાલન પહેલી પસંદ નહોતી. કંગનાએ કહ્યું કે તેમને વિદ્યા બાલન પહેલા આ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે ઓફર ફગાવી દીધી હતી. જો કે, અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે વિદ્યાએ આ ફિલ્મમાં આશ્ચર્યજનક કામ કર્યું હતું, અને તે આ પાત્રને એટલી સારી રીતે કરી શકી ન હોત.

એક પોર્ટલ સાથેની મુલાકાતમાં કંગનાને પૂછવામાં આવ્યું હતું કે ફિલ્મ ન કરવા વિશે શું તેની પાસે કોઈ ક્વોલિટી છે? તો તેણે કહ્યું કે ‘ના, એવું નથી. પરંતુ મને લાગે છે કે ડર્ટી પિક્ચર કમાલની સાબિત થઈ. મને નથી લાગતું કે આ પાત્ર મેં વિદ્યા બાલન કરતાં વધુ સારી રીતે કર્યું હોત, કેમ કે તેણીએ ખૂબ સારું કામ કર્યું છે. પરંતુ હા, ઘણી વાર મને લાગે છે કે કદાચ મેં તે ફિલ્મમાં પોટેશિંયલ નહોતું જોયું.

કંગનાએ ક્યું કે તે પેરલલ અને ઓફ બીટ સિનેમા દ્વારા સ્ટાર બની ગઈ છે. તેમણે કહ્યું, ‘મેં ક્યારેય રાજકુમાર હિરાની, સંજય લીલા ભણસાલી અને ધર્મા પ્રોડક્શનની ફિલ્મો પણ કરી નથી. ન તો વાયઆરએફની કે ન કોઈ ખાન સાથે કરી છે. પરંતુ તેમ છતાં હું ટોચની અભિનેત્રીઓમાંની એક છું. એવી અભિનેત્રી કે જેણે જાતે જ પોતાનું નામ કમાવ્યું છે. આ એક કેસ સ્ટડી છે.

ઉલ્લેખનીય છે કે વિદ્યા બાલનને ફિલ્મ ધ ડર્ટી પિક્ચરમાં કામ કરવા બદલ રાષ્ટ્રીય એવોર્ડ અપાયો હતો. કંગનાની વાત કરીએ તો તેણે હાલમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 15 વર્ષ પૂરા કર્યા છે. તેની પહેલી ફિલ્મ ગેંગસ્ટરએ રિલીઝના 15 વર્ષ પૂરા કર્યા હતા, જેમાં કંગનાએ પોતાની જાતને શાહરૂખ ખાન સાથે સરખાવી હતી.

Leave a Reply

Your email address will not be published.