કામચોરો માટે અનોખી ટોયલેટ સીટ, જેના પર 7 મિનીટથી વધારે બેસવુ મુશ્કેલ !

social

સ્કૂલ, કોલેજ તથા ઓફિસમાં ટોયલેટ બ્રેકની વાત કઇ જુદી છે. કેટલું આરામદાયક હોય છે. માટે તો ઘણા સ્ટુડન્ટ અને ઓફિસ કર્મચારીઓ ટોયલેટમાં વધુ સમય પસાર કરે છે. પણ હવે તેવું શક્ય બનશે નહીં. એવું તે માટે થશે કે હવે એક એવું ટોયલેટ ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જેની સીટ પર 7 મિનીટથી વધારે બેસવું શક્ય નથી. જી હાં, આ ટોયલેટ સીટ તમને આરામથી બેસવા દેશે નહી.

આ ટોયલેટ સીટને સ્ટાન્ડર્ડ ટોયલેટ નામ આપવામાં આવ્યું છે. તેમજ તેને બ્રિટિશ કન્સલ્ટેન્ટ એન્જિનિયર મહાબીર ગિલે ડિઝાઇન કર્યું છે. આ ટોયલેટમાં સીટ સીધી સપાટ હોવાની જગ્યાએ નીચેની તરફ 13 ડિગ્રી નમેલી છે. એટલે કે તેનો ઉપયોગ કરતી વખતે પગને જમીનનો ટેકો આપવો પડશે. નહિં તો સ્લિપ થઇ જવાશે. ડિઝાઇન કરનારી કંપનીનું કહેવું છે કે આ ટોયલેટ પર બેસનાર 7 મિનીટથી વધારે તેનો ઉપયોગ કરી શકશે નહીં. કારણ કે ડિઝાઇન કરનારે તેના જાત અનુભવથી આ ટોયલેટ સીટ તૈયાર કરી છે.

ડિઝાઇન કરનાર કંપનીનું માનવું છે કે આ ટોયલેટ સીટ અન્ય કંપનીઓ માટે ખૂબ ફાયદાની સાબિત થશે. કારણ કે ઓફિસોમાં કર્મચારીઓ વધારે સમય ટોયલેટમાં પસાર કરે છે. જેથી કંપનીઓને લાખોનું નુકસાન થાય છે.

મહાબીર ગિલ જણાવે છે કે એવો અંદાજો છે કે કામ દરમિયાન કર્મચારીઓ બ્રેક લે છે તેનાથી માત્ર બ્રિટેનનની ઇન્ડસ્ટ્રીને દર વર્ષે 4 બિલિયન પાઉન્ડનું નુકસાન થાય છે. જેથી આ સ્ટાન્ડર્ડ ટોયલેટ કંપનીઓ માટે લાભકારક સાબિત થશે. બીજી તરફ સોશિયલ મીડિયામાં આ પ્રકારના ટોયલેટની આલોચના પણ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published.