ફિટનેસનું પ્રતિક ગણાતી પાતળી કમર હવે કોવિડ-19 ટ્રીટમેન્ટ દરમિયાન પણ કામ આવી શકે છે. તે જ સમયે જો કમર મોટી હશે તો સમજો કે તે ચિંતાનો વિષય હોઈ શકે છે. કોવિડની સારવાર દરમિયાન, તે સામે આવ્યું છે કે જો દર્દી અન્ય રોગોથી પીડાય છે, તો તેની સારવાર અને સાજા થવામાં મુશ્કેલીઓ આવી શકે છે. જાડાપણું હવે કોવિડની સારવારમાં એક મહત્વપૂર્ણ પડકાર બની રહ્યું છે. મેદસ્વી દર્દીઓને સાજા થવામા સમય લાગી રહ્યો છે, જ્યારે તેમને હાઈ વેન્ટિલેશન પ્રેશરની પણ વધારે જરૂર પડે છે.
ડોક્ટર કહે છે કે, આવા યુવાનો કે જેમની કમર છેલ્લા એક વર્ષમાં ચરબીને કારણે વધી છે, તેમને તેટલુ જ જોખમ છે જેટલું કોઈ મેદસ્વી વ્યક્તિ માટે હોઈ શકે છે. એવા લોકો જેમનો બોડી માસ ઇન્ડેક્સ ભલે સારો હોય, પરંતુ તેમની કમરમાં ચરબી હોય, તેની તુલનામાં પાતળી કમરવાળા લોકો કોવિડથી ઝડપથી સાજા થઈ છે. હવે ત્રીજી લહેર કોઈપણ સમયે માથું ઉચકી શકે છે, તેથી ડોક્ટર કહે છે કે લોકોએ તેમની શારીરિક તંદુરસ્તી તરફ ધ્યાન આપવું જોઈએ, જેથી તેઓ કોવિડના ગંભીર પરિણામોનો સામનો કરી શકે.
નિષ્ણાતો શું કહે છે
ગંભીર રોગોની સંભાળના નિષ્ણાત ડોક્ટરો કહે છે કે, પેટના દબાણને કારણે ફેફસાંની ક્ષમતા ઓછી થાય છે. પેટ અને છાતી પર ચરબી એકઠી થવાને કારણે ફેફસાં સંકુચિત રહે છે અને યોગ્ય રીતે ફૂલતા નથી. મેદસ્વીપણાથી પીડિત લોકોને લાંબા સમય સુધી બાઈપેપ(લાંબા સમયથી શ્વાસની તકલીફથી પીડાતા લોકો માટે વપરાતુ મશીન) અને વેન્ટિલેટરની જરૂર હોય છે. જો પેટ પર ચરબી ન હોય તો લોકો ઝડપથી સ્વસ્થ થવાની સંભાવના વધારે હોય છે.
ડોક્ટરોના મતે, કોવિડની સારવારમાં ફેફસાંનુ ફુલવુ એ એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે અને તે મેદસ્વીપણામાં કરવું ખૂબ પીડાદાયક છે. આવા દર્દી સાથે પ્રોન પોઝિસનનો ઉપયોગ પણ કરી શકાતો નથી. આ ઉપરાંત, જ્યાં આખો દેશ હાલમાં ઓક્સિજનની કમી સામે સંઘર્ષ કરી રહ્યો છે, ત્યાં ઓક્સિજન માસ્કનું કદ પણ મેદસ્વી દર્દીઓ માટે એક પડકાર બની જાય છે, જે સામાન્ય રીતે મળતું નથી. કોવિડના કિસ્સામાં હળવી સ્થૂળતા પણ હાનિકારક હોઈ શકે છે.